પારિવારિક ઝઘડાંનું તાપીની 181 મહિલા હેલ્પલાઇનની ટીમે કરાવ્યું સુખદ સમાધાન
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપીની 181 મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા સ્થળ પર પહોંચતા કાઉન્સિલ કરતાં જાણવા મળ્યું કે મહિલાએ પતિ જોડે ભાગીને લગ્ન કરતાં સાસરીયામા તેમનો સ્વીકાર ના કરાતાં મહિલા અને તેમના પતિ માતા પિતાથી અલગ રહેવા લાગ્યા. મહિલાના પતિ આખો દિવસ કામથી બહાર હોય અને મહિલાની બંને દીકરીઓની તબિયત સારીનાં રહેતાં આજરોજ તેમના પતિને કામ પરથી વહેલાં આવી જવા જણાવેલ પરંતુ રોજની જેમ આજરોજ પણ મહિલાના પતિ ને ધરે આવતાં મોડુ થતાં મહિલા દ્વારા પતિને સવાલ કરતાં તેમની વચ્ચે ઝઘડો થઈ જતાં તેમના નણંદે તેમને ઝઘડતા જોતાં તેઓ મહિલા પર હાથ ઉપાડવા નો પ્રયત્ન કરી મહિલા જોડે તેમના નણંદ ઝધડો કરવા લાગ્યા. પીડિત મહિલાના નણંદ ચાર દિવસ થી પિયરમાં રહેવા આવ્યા હતા, અને તેમના માતા પિતા જોડે રહેતા પરંતુ પીડિત મહિલા તથા તેમના સાસુ સસરાનું ધર આજુ બાજુમાં રહેતા તેઓ નાની મોટી બાબતે પીડિત મહિલાને હેરાનગતિ કરતાં અને પતિ પત્નીના ઝધડામાં વચ્ચે પડીને પીડિત મહિલા ને ખોટાં સાબિત કરતા પીડિત મહિલાના પતિ પણ પીડિત મહિલાના પક્ષ માં બોલતા ન હતા.
181 મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા સ્થળ પર પહોંચી પીડિત મહિલાના નણંદને બોલાવીને સમજણ આપેલ અને તેમને પિયરમાં આવી શાંતીથી રહેવા જણાવેલ. પીડિત મહિલા તથા તેમના પતિના ઝધડામાં જાણ્યા વગર ફક્ત પીડિત મહિલાની જ ભૂલ કાઢતા તેમને એક તરફ પક્ષના લેવાય તેવી સમજ આપેલ તથા મહિલા તેમના પતિ અને બાળકો જોડે અલગ રહે છે તો તેમને શાંતિથી રહેવા દેવા સમજાવી પીડિત મહિલાના પતિ ને પણ પોતાની પત્ની જોડે સારી રીતે રહેવા જણાવી પારિવારિક ઝઘડાંનું તાપીની 181 મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા સુખદ સમાધાન કરાવેલ.