કેવિકે વ્યારા ખાતે ખેડૂતોની આવક વધારવા મશરૂમની ખેતી દ્વારા ઉદ્યોગ સાહસિકતા વિકાસ વિશેની તાલીમો યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આપણો ભારત દેશ એ વસ્તીમાં ચીન પછી બીજા ક્રમે આવતો દેશ છે . આપણી વધતી જતી વસ્તીને પૂરતો ખોરાક પુરો પાડવોએ કૃષિ વેજ્ઞાનિકો માટે ચિંતાનો વિષય રહયો છે . અને ભારત જેવા વિકાસશીલ દેશોમાં કુપોષણ ખાસ કરીને ખોરાકમાં પ્રોટીનની અછતએ મુખ્ય સમસ્યા છે . હાલમાં આપણાં દેશનું સ્થાન પ્રોટીનના ઉપયોગની બાબતમાં અન્ય દેશોની સરખામણીએ ખુબજ પાછળ છે . બીજુ ભારત કૃષિ પ્રધાન દેશ હોવાથી વર્ષે લગભગ ૩૫૦ કરોડ ટન જેટલી કૃષિની ઉપપેદાશકૃિષ અવશેષો જેવા કે ઘઉની પરાળ , ડાંગરની પરાળ , શેરડીની બગાસ , વિગેરે ઉત્પન્ન થાય છે . જેમાનો અડધો અધડ જથ્થો વપરાયા વગરનો પડી રહે છે અને આવા કચરાનો નાશ કરવો એ પણ એક મોટી સમસ્યા છે . ઉપરોકત સંદર્ભનાં મશરૂમની ખેતી એ ઉપરના બંને પ્રશ્નોને હલ કરી શકે છે . મશરૂમની ખેતી એ ખુબ જ ઉપયોગી બાયો ટેકનોલોજીકલ પ્રક્રિયા છે . જેમાં પાકના નકામાં અવશેષોને ગુણવત્તાયુકત ખોરાક બનાવવામાં ઉપયોગ કરી શકીએ છીએ . તાપી જિલ્લાના ખેડૂતોને મશરૂમની ખેતી વિશે જાણકારી મળે તે હેતુથી ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ , નવી દિલ્હી પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી , નવસારી સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ( કૈવિકે ) વ્યારા ખાતે આત્મા પ્રોજેકટ , તાપી અને કેવીકેના સંયુકત ઉપક્રમે તા . ૨૩ અને ૨૪ , તા . ૨૭ અને ૨૮ , તા . ૨૯ અને ૩૦ જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ બે દિવસીય મશરૂમની ખેતી વિશેની ત્રણ તાલીમોનું આયોજન કરવામાં આવેલ હતું . કેવીકેના વડા ડ . સી . ડી . પંડયાએ ખેડૂતોને મશરૂમની ખેતી અપનાવી નવી ટેકનોલોજીનું ઉપયોગ કરી મશરૂમની ખેતી દ્વારા વધારાની આવક મેળવવા માટે પ્રોત્સાહન આપેલ હતું . હાજર રહેલ ખેડૂતોએ આજુબાજુનાં બીજા ખેડૂતોને પણ મશરૂમની ખેતીમાં જોડાવવા માટે તેમને હાકલ કરી હતી . સદર તાલીમો અંતર્ગત કેવિકેના પાક સંરક્ષણના વૈજ્ઞાનિક , ડૉ . સચિન એમ . ચવ્હાણ દ્વારા મશરૂમની ઉપયોગીતાઓ , ગુજરાતમાં મશરૂમની ખેતીની તક , ભારતમાં ઉગાડવામાં આવતી વિવિધ મશરૂમની જાતો , તેના ઉત્પાદન માટે અનુકૂળ વાતાવરણ , ઉછેર પધ્ધતિ વિશેની વિસ્તૃત માહિતી તેમજ મશરૂમની ખેતીમાં સફળ થયેલ ખેડૂતોના દાખલાઓ સાથેની માહિતી પૂરી પાડવામાં આવેલ હતી . સાથે સાથે ઢીંગરી મશરૂમ ( ઓઈસ્ટર ) ઉગાડવા માટે પધ્ધતિ નિદર્શન પણ ગોઠવવામાં આવ્યું હતું . જેમાં ખેડૂતોને ડાંગરના પરાળના ટુકડા કરવાના , પરાળના ટુકડાને જંતુ મુકત કરવાની પધ્ધતિ , મશરૂમના બિયારણ અને પરાળના ટુકડાને પ્લાસ્ટિક બેગમાં ભરવાની પધ્ધતિ વિશે પ્રેકટીકલ દ્વારા માહિતગાર કર્યા હતા . ખેડૂતોને કેવિકે ખાતે સ્થાપીત જીવંત મશરૂમ નિદર્શન એકમની મુલાકાત પણ કરવામાં આવેલ હતી . સદર તાલીમોમાં તાપી જિલ્લાના વિવિધ ગામડાઓમાંથી કુલ ૧૩૮ ભાઈ અને બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો . મશરૂમની ખેતી વિશે વધુ માહિતી અને તાલીમ લેવા માટે કેવિકે વ્યારાનો સંપર્ક કરવો .