સિવિલ હોસ્પિટલ હોવા છતાં ડાંગનાં લોકોએ પ્રાથમિક સારવાર લેવા પણ વલસાડ જવુ પડે છે !!

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : તા. 17 ગુરુવાર સંધ્યા સંદીપભાઈ ગાયકવાડ ગામ, પાંઢરપાડા સુબીર ઉંમર માત્ર ચાર વર્ષ કે જેમને આંખ ના ભાગે એક કૂતરું બચકું ભરી જતાં પીપલદહાડ ખાતે CHC માં લઇ જવા માં આવી. ત્યાં સારવાર ના થઈ તો સુબીર CHC માં રિફર કરવામાં આવી, ત્યાં સારવાર ના થઈ તો આહવા ખાતે ઇમરજન્સી વોર્ડ માં દાખલ કરવામાં આવી , આહવા ખાતે યોગ્ય ઈન્જેકશન ના હોવાથી, દર વખત ની જેમ આ ગરીબ પેશન્ટને વલસાડ જવા માટે કેહવામાં આવ્યું, અને રીફર ફોર્મ પર સહી કરાવી લેવા માં આવી.

આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ડાંગ થી તેમજ અન્ય રાજ્ય માંથી પેશન્ટ એટલા માટે સારવાર અર્થે આવતા હોઈ છે, કેમકે અહી હોસ્પિટલ ની બિલ્ડિંગ ઘણી જ વિશાળ છે, બહાર થી વિશાળ દેખાતી આ સરકારી દવાખાનું અંદર થી એટલુજ ખોખલું છે. એક ડોગ બાઈટ જેવી ઈજા માટે કોઈ પ્રાથમિક ઉપચાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એ ના મળે, કે આટલી મસમોટી સિવિલ હોસ્પિટલ માં પણ ના મળે, અને અહીંયા આવતા મોટે ભાગ ના દર્દીઓ ને વલસાડ સિવિલ ના દર્શન કરવા જ પડે છે. લોકો મફત સારવાર અર્થે અહી સાજા થવા ની ઉમ્મીદ લઈ ને આવતા હોઈ જ્યાં આરોગ્ય તંત્ર ડાંગ ની ગરીબ જનતા ના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતું આવ્યું છે. કારણકે અહીંના સ્થાનિક આદિવાસી સમાજ ના દર્દીઓને આ તંત્ર દ્વારા કીડા માકોડા સમજવા માં આવે એમની જીવ ની કોઈ પરવા નથી, આ આરોગ્ય તંત્ર ક્યારે સફાળે જાગશે એનું કંઈ નક્કી નથી, અને ડાંગ નું આરોગ્ય તંત્ર ઉપર હવે લોકો નો ભરોષો નથી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *