તાપી જિલ્લા કોન્ટ્રાકટર્સ એસોસીએશન દ્વારા અ મુદત્તી સમય સુધી ટેન્ડર નહીં ભરવાનો નિર્ણય લેવાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશનની મુખ્ય ત્રણ માંગણીઓ હતી જે ગુજરાત સરકાર દ્વારા 17 માસ પહેલા સ્વીકારવામાં આવેલ હતી અને તેના પરિપત્રો પણ થયેલ હતા પરંતુ આજદિન સુધી તે પરિપત્રોની અમલીકરણ ન થવાથી કોન્ટ્રાકટરો ખૂબજ આર્થીક મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે. ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશનની મુખ્ય ત્રણ માંગણીઓ આ મુજબ છે. (૧) સરકારના તમામ વિભાગોમાં સ્ટાન્ડર્ડ બીડીંગ ડોક્યુમેન્ટ મુજબ ટેન્ડર કાઢવામાં આવે. (૨) GST વગરના ટેન્ડર બહાર પાડવામાં આવે. (3) દરેક જિલ્લાવાર નવા SOR બનાવવામાં આવે. જે ગુજરાત સરકાર દ્વારા 17 માસ પહેલા સ્વીકારવામાં આવેલ હતી અને તેના પરિપત્રો પણ કરવામા આવ્યા હતા પણ તેનો અમલ નહિ થતા. તાપી જિલ્લા કોન્ટ્રાકટર્સ એસોસીએશન દ્વારા જીલ્લાના સર્વે કોન્ટ્રાકટરો વતી તાપી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ત્રણે માંગણીઓ ધ્યાને લઇ ગુજરાત સરકારમાં રજૂઆત કરવા માંગ કરાઈ છે સાથે જ ના છૂટકે તા.01-08- 2023થી અ મુદત્તી સમય સુધી ટેન્ડર નહીં ભરવાનો નિર્ણય લેવામાં આવેલ છે. તે અંગે મુખ્ય મંત્રીશ્રીને તા.25-07-2023 અને 13-08-2023ના રોજ પત્રો દ્વારા જાણ કરવામા આવી હોવાનુ જણાવેલ છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other