દરરોજના ઝગડાથી તંગ આવેલ પત્નીએ પતિને સમજાવવા માટે ૧૮૧ મહિલા હેલ્પલાઇનની લીધી મદદ !
() : દરરોજના ઝગડાથી તંગ આવેલ પત્નીએ પતિને સમજાવવા માટે 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી મદદ માંગતા તાપી અભયમ રેસક્યુ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી દંપતીનુ અસરકારક કાઉન્સિલિંગ કરાવી મનમેળ કરવામાં સફળ સાબિત થયા. પત્નીએ જણાવેલ કે તેમના પતિ દ્વારા દરરોજ હેરાનગતિ કરવામાં આવે છે. દરરોજ વ્યસન કરીને આવે છે. પિડીત બેને તેમના પતિ સાથે પ્રેમ લગ્ન કરેલ છે. લગ્નના અગિયાર વર્ષ થયેલ છે અને તેમના બે બાળકો છે. તેમનો પતિ કડિયા કામ કરે છે. પરંતુ તેમનો પતિ ધર ચલાવવા માટે પૈસા આપતો નથી. તેથી પિડીત બેન પોતાનું ગુજરાન ચલાવવા માટે મજુરી કામ કરે છે. દરરોજ નાની નાની બાબતે ઝગડા કરે છે. ને માનસિક ત્રાસ ગુજારે છે. જેથી તેમને સમજાવવા માટે 181 પર કોલ કરતા, અભયમ ટીમ દ્વારા તેઓનું અસરકારક કાઉન્સિલિંગ કરી પરિવાર માં શાંતિ રહે તેમ વાતાવરણ બનાવવું જોઇએ, ઉપરાંત વ્યસનથી કેટલાય પરિવાર બરબાદ થાય તે માટે વ્યસન છોડવું જોઈએ એવી સમજ આપી હતી. પતિએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને હવે પછી પરિવારમાં શાંતિ રહેશે તે માટે પ્રયત્નશીલ રહેશે અને કોઈપણ કાયદાકીય કાર્યવાહી ના કરવી વિનંતી કરી હતી. એકવાર સુધરવા માટે તક આપવા જણાવેલ જેથી બંને વચ્ચે સુખદ સમાધાન કરાવવામાં આવેલ હતું. પીડિતાએ પોતાને મળેલ મદદ બદલ અભયમ ટીમનો આભાર માન્યો હતો.