બારડોલી વિભાગ શાળા સમૂહની પ્રથમ સામાન્ય સભા વ્યારા ખાતે મળી
પ્રમુખ દીપકભાઈ કેપ્ટન, ઉપપ્રમુખ કેતનભાઈ શાહ અને કિશ્ર્નન જહોન નિમાયા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ તાપી અને સુરત જીલ્લાની શાળાના સભ્યોથી બનેલ બારડોલી વિભાગ શાળા સમૂહ વ્યારા (ટ્રસ્ટ)ની સભા યોજાઇ. જેમાં કુલ ૧૭૬ સભ્યો પૈકી ૬૦ સભ્યો આચાર્યો હાજર રહ્યા. મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ તથા અન્ય હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી.
૧૮ કારોબારી સભ્યો બનાવ્યા. ૧૫ ટ્રસ્ટીઓ નીમવાના રહેશે. મંડળ દ્રારા ૯ થી ૧૨ ની શાળાના કસોટીના પ્રશ્નપત્રો ગુણવત્તા યુક્ત અને મુદ્દલ દોષ અને કિફાયતી દરે આપવાનો મુખ્ય ઉદ્દેશ સાથે પરિણામ દરેક શાળાનું ૧૦૦% આવે અને સૌને સારું પરિણામલક્ષી સાહિત્ય મળે તે હેતુ જળવાય તેથી ફરી નવ રચિત બારડોલી વિભાગ શાળા સમૂહ કાર્યરત કરવામાં આવ્યો છે. જેને સૌ મંડળો અને આચાર્યોનું સમર્થન મળેલ છે. આમ બારડૉલી વિભાગ શાળા સમુહ મંડળ પ્રમુખ દીપકભાઈ કેપ્ટન, ઉપપ્રમુખ કેતનભાઈ શાહ અને કિશ્ર્નન જહોનની સર્વાનુમતે વરણી કરવામાં આવી.