ડોલવણ તાલુકામાં હરઘર ત્રિરંગા યાત્રા યોજાઇ
શિલાફલકમને નમન કરી હાથમાં માટી લઈ પંચપણ પ્રતિજ્ઞા લેવામાં આવી
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.15: તાજેતરમાં ડોલવણ તાલુકા કક્ષાની હર ઘર ત્રિરંગા સમિતિ દ્વારા લોકોમાં દેશભકિત ઉજાગર થાય અને ઘરે ઘરે ત્રિરંગો લહેરે એ હેતુસર હરઘર ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ડોલવણ તાલુકા પંચાયત પ્રમુખશ્રી બચુભાઈ કોંકણી, મામલતદારશ્રી હિમાંશુભાઈ સોલંકી, તાલુકા વિકાસ અધિકારી વિશાળ પટેલ અને પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી રાજેશભાઈ વસાવા, કારોબારી અધ્યક્ષ શ્રી જયદીપનભાઈ ગાવિત દ્વારા ડોલવણ મામલતદાર કચેરીથી યાત્રાને ફ્લેગ ઓફ કરવામાં આવી હતી.
આ તિરંગા યાત્રા ડોલવણ મામલતદાર કચેરીથી તાલુકા પંચાયત થઈ ડોલવણ ચાર રસ્તા થઈ ડોલવણ ગ્રામ પંચાયતની અમૃત વાટિકા સુધી હર ઘર ત્રિરંગાના સૂત્ર સાથે માર્ચ કરી હતી.ત્યારબાદ અમૃતવાટિકામાં બનાવવામાં સ્થાપિત કરવામાં આવેલ શિલાફલકમને નમન કરી હાથમાં માટી લઈ પંચપણ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આ ફ્લેગ માર્ચમાં વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ, ગ્રામજનો અને પોલીસ જવાનો બહોળી સંખ્યામાં જોડાયા હતા.
૦૦૦૦૦૦૦