સી.એન.કોઠારી હોમિયોપેથીક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર વ્યારા ખાતે ૭૭મો સ્વતંત્રતા દિવસ ઉજવાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સી.એન.કોઠારી હોમિયોપેથીક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર વ્યારા, કાલિદાસ હોસ્પિટલ ટ્રસ્ટી સભ્યો, ટીચીંગ સ્ટાફ, નોન ટીચીંગ સ્ટાફ સાથે હોસ્પિટલ સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ભારતના ૭૭મો સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી.

ઝુંબેશના ભાગ રૂપે તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફને ૧૩ થી ૧૫ ઓગસ્ટ ૨૦૨૩ દરમિયાન તેમના ઘરે ત્રિરંગો ફરકાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સ્વતંત્રતા દિવસના દિવસે અમારી કોલેજની ઇન્ટરની વિદ્યાર્થીની મિસ. પ્રિયંકા ઉપાધ્યાય ના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. જેમણે શાસ્ત્રીય સંગીતમાં યુનિવર્સિટી સ્તરે અને રાજ્ય સ્તરે કૉલેજનું નામ ટોચ પર રાખીને યોગદાન આપ્યું હતું. ત્યાર બાદ મિસ પ્રિયંકા ઉપાધ્યાયે વક્તવ્ય આપ્યું હતું. સેક્રેટરી શ્રી નિખિલ શાહ અને આચાર્ય ડૉ.(શ્રીમતી) જે.આર. રાવ. આ પ્રસંગે વક્તવ્ય આપ્યું હતું પ્રથમ BHMS ની વિદ્યાર્થીની મિસ.દીપાંશી જૈને સમગ્ર કાર્યક્રમનું એન્કરિંગ કર્યું હતું. પ્રથમ BHMS ના મિસ વિશ્વા ભાવસાર એ મુખ્ય મહેમાન ને ધ્વજ સ્તંભ સુધી દોરી લાવવામાં આવ્યા હતા.

ધ્વજ વંદન બાદ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી તાપી જિલ્લા શાખા, સી.એન. કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર વ્યારા અને HMAT વ્યારા યુનિટ દ્વારા સ્વતંત્રતા દિવસ નિમિત્તે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં તમામ સ્ટાફ મેમ્બરો તથા ટ્રસ્ટીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે કોલેજ દ્વારા”એન્ટી રેગીંગ” સાપ્તાહની ઉજવણીના હેઠળ આયોજિત “પોસ્ટર મેકિંગ” સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને ત્રીજો ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.

આચાર્ય ડૉ.(શ્રીમતી) જ્યોતિ આર. રાવના માર્ગદર્શન હેઠળ ડૉ.સ્વપ્નીલ ખેંગાર અને તેમની ટીમના સંયુક્ત પ્રયાસોથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો.

}}}}}

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other