વાલોડ તાલુકાના તીતવા ગામ ખાતે આવેલ સ્વાગત પ્લાઝા શોપીંગ સેન્ટરમાંથી જુગાર રમતા આઠ શકુનીઓને ઝડપી પાડતી એલ.સી.બી. તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી આર.એમ. વસૈયા, પોલીસ ઇન્સ્પેકટર, લોકલ ક્રાઈમ બ્રાન્ચ તાપીની સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ.ગણપતસિંહ રૂપસિંહ એલ.સી.બી. તાપી તથા સ્ટાફના પોલીસ માણસોએ પોતાના અંગત બાતમીદારો રોકેલ હોય અને આજરોજ કોમ્બીંગ નાઇટ રાઉન્ડમાં નિકળેલ હોય, જે દરમ્યાન આજરોજ સાથેના સ્ટાફના પો.કો.વિનોદભાઇ પ્રતાપભાઇ તથા પો.કો.રોનક સ્ટીવસનભાઇને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી મળેલ કે, “મૌજે વાલોડ તાલુકાના તીતવા ગામ ખાતે સુમુલ ડેરીની સામે આવેલ સ્વાગત પ્લાઝા નામના શોપીંગ સેન્ટરમાં પહેલા માળે રૂમ નં.૩૮૪-બી-૫ માં કેટલાક ઇસમો પૈસા વત્તી ગંજી પાનાનો હારજીતનો જુગાર રમે છે” જે બાતમી આધારે આજરોજ પો.ઇન્સ. શ્રી આર.એમ. વસૈયા, એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો સાથે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા આરોપીઓ (૧) રતનસિંઘ હરીસિંઘ રાજપુત ઉ.વ.૪૧ ધંધો વેપાર રહેસ્વાગત પ્લાઝા દુકાન ન ૧૮એ તીતવા ગામ તા. વાલોડ જી. તાપી મુળ રહે. પીપલીયા તા કરેડા જી ભીલવાડા રાજસ્થાન (ર) રાજેશ સજીવ દાસ ઉં.વ. ૨૯ ધંધો મજુરી રહે સ્વાગત પ્લાઝા પહેલા માળે રૂમ નં ૭ તીતવા ગામ તા. વાલોડ જી.તાપી મુળ રહે અલીપુર ગામ તા કુમરગામ જીન્યુ અલીપુર દ્વાર પશ્ચીમ બંગાળ (૩) સત્વન શિશિર બર્મન ઉ.વ ૩૬ ધંધો મજુરી રહે.સ્વાગત પ્લાઝા પહેલા માળે રૂમ ન ૪ તીતવા ગામ તા. વાલોડ જી.તાપી મુળ રહે. ઘોડાગા ગામ તા.સામકતોલા જી ન્યુ જલપયગુડી પશ્ચીમ બંગાળ (૪) દૈયવીર પરીમલ દાસ ઉ.વ.૨૪ ધંધો મજુરી રહે સ્વાગત પ્લાઝા પહેલા માળે રૂમ નાપ તીતવા ગામ તા. વાલોડ જી.તાપી મુળ રહે. મગદુઅલીવડી ગામ તા.કુમરગામ જી. ન્યુ અલીપુર પશ્ચીમ બંગાળ (૫) પરેશ શરદ બર્મન ઉ.વ.૩૨ ધંધો મજુરી રહે સત્યનરાયણ શો મીલ સ્વાગત પ્લાઝાની બાજુમાં તીતવા ગામ તા.વાલોડ જી.તાપી મુળ રહે.હાઇબ્રીડ બસ્તી તા.ખોડીબડી જી.દાર્જીલીંગ પક્ષીમ બંગાળ (૬) ચંદન સરજીત સરદાર ઉ.વ.૨૫ ધંધો મજુરી રહે. સ્વાગત પ્લાઝાના પહેલા માળે રૂમ નં.૭ તીતવા ગામ તા. વાલોડ જી. તાપી મુળ રહે.હલ્દીપુરા તા કુમરગામ જી.અલીપુર પશ્ચીમ બંગાળ (૭) સંજય રવિ બર્મન ઉ.વ.૩૧ ધંધી મજુરી રહે.સત્યનારાયણ શો મીલમાં સ્વાગત પ્લાઝાની બાજુમાં સીતવા ગામ તા. વાલોડ જી. તાપી મુળ રહે. ઉત્તર બાયગુડી તા જી અલીપુર ધ્વાર પશ્ચીમ બંગાળ (૮) નિતેશ આશીના ખડીયા ઉ.વ.૨૫ ધંધો મજુરી રહે.સ્વાગત પ્લાઝાના પહેલા માળે રૂમ નં.૯ તીતવા ગામ તા. વાલોડ જી. તાપી મૂળ રહે.મત્તો હોવડી થાના કુમાર ગ્રામ તા જી અલીપુર ધ્વાર પક્ષીમ બંગાળ ના ભેગા મળી, વાલોડ તાલુકાના તીતવા ગામ ખાતે સુમુલ ડેરીની સામે આવેલ સ્વાગત પ્લાઝા નામના શોપીંગ સેન્ટરમાં પહેલા માળે રૂમ નં.૩૮૪-બી-૫ માં ગેરકાયદેસર રીતે જુગાર રમતા જુગારના સાધનો ગંજી પાના ૧૦૪ નંગ કિ.રૂ.૦૦/- તથા દાવના રૂપીયા ૯૦૦૦/- તથા જુગાર રમવા માટેના હાથ ઉપર રાખેલ રૂપિયા ૪૯,૧૦૫/- મળી રોકડા રૂપીયા ૫૮,૧૦૫/-તથા મોબાઇલ ફોન નંગ-૬ કિ.રૂ. ૨૫,૫૦૦/- તેમજ રૂમના દસ્તાવેજની ઝેરોક્ષ નકલ-૦૧, કિં.રૂ.૦૦/- મળી મળી કુલ્લે રૂપિયા ૮૩,૬૦૫/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી આ આરોપીઓ વિરૂધ્ધમાં જુગાર ધારા કલમ- ૪, ૫ મુજબ કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે વાલોડ પોલીસ સ્ટેશનને સોંપેલ છે,
કામગીરી કરનાર ટીમ
શ્રી,આર.એમ. વસૈયા, પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી. તાપી તથા (૧) એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ, (૨) અ.હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ, (૪) અ.પો.કો.વિનોદભાઇ પ્રતાપભાઇ (૫) પો.કો.રોનક સ્ટીવસનભાઇ (૬) બ્રીજરાજસિંહ રસીકસિંહ (૭) પો.કો. અરૂણસિંહ જાલમસિંહએ કામગીરી કરેલ છે.