તાપી જિલ્લામાં ‘મેરી માટી, મેરા દેશ’ ઝુંબેશની ધામધૂમથી ઉજવણી : માટીને નમન, વીર જવાનોને વંદન
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૪ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર દ્વારા ‘મેરી માટી, મેરા દેશ’ ઝુંબેશ શરૂ કરાઈ છે.
ત્યારે આજરોજ તાપી જિલ્લાના ડોસવાડા ખાતે ગામના સભ્યો, આગેવાનો તથા વડીલોની ઉપસ્થિતિમાં રિટાયર્ડ આર્મી જવાનશ્રી ચંદ્રકાંતભાઈ ગામીત, શ્રી અરવિંદભાઈ ગામીત, શ્રી દિલીપભાઈને શીલાફલકમ (તકતી)નું અનાવરણ કરીને સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે ગ્રામજનોએ ‘પંચ પ્રાણ પ્રતિજ્ઞા’ તથા ‘વસુધા વંદન’ સહિત અન્ય કાર્યક્રમની ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી. ઉપરાંત વીર જવાનો સહીત બાળકોએ વૃક્ષારોપણ કરીને પ્રકૃતિના જતનનો પણ પ્રેરક સંદેશ આપ્યો હતો.
આ ઝુંબેશ થકી લોકોમાં દેશના લડવૈયાઓ, શહીદો તેમજ વીર જવાનોના ત્યાગ, બલિદાનને વંદન અને દેશની માટીનું ઋણ ચૂકવવા તેમજ લોકોમાં દેશ પ્રેમ અને એકતા-ભાઈચારાની ભાવના કેળવાશે.
000