તાડકુવા ખાતે જી. પં. બાંધકામ સમિતિના અધ્યક્ષશ્રીની આગેવાનીમા વિશાળ તિરંગા યાત્રા યોજાઇ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયાના અવસરે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ચાલુ વર્ષે મારી માટી મારો દેશ અને હર ઘર તિરંગા’ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આ અભિયાન અંતર્ગત ડુંગરી ફળિયા તાડકુવા પ્રાથમિક શાળા તા. વ્યારા દ્વારા વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી નિતિનભાઇ ગામીત, અધ્યક્ષશ્રી જાહેર બાંધકામ સમિતિ, જિલ્લા પંચાયત તાપીની આગેવાનીમાં અને ગામના અગ્રણી ગ્રામજનોની હાજરીમાં આ યાત્રા પ્રાથમિક શાળા તાડકુવા ડુંગરી ફળિયાથી નીકળી કણજા ફાટક, શિવ દાદાજી ચોક થઇ ભરવાડ ફળિયામાં થઈને શાળા પર પરત આવી હતી.
શાળાના બાળકોએ ભારતમાતાની આગેવાનીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. શાળાના સમગ્ર સ્ટાફે આચાર્યશ્રી પંકજભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ જ હેમત ઉઠાવી હતી.
