તાપી જિલ્લા વનવિભાગ અને સરિસૃપ સંરક્ષણ સોસાયટી ગુજરાત દ્વારા જિલ્લાની શાળાઓમાં વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી કરવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) તા.૧૦: વ્યારા ની એમ.પી.પટેલ હાઈસ્કૂલ અને કે.બી પટેલ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલ, સોનગઢ ની યુનિક હાઇસ્કુલ અને સીંઘાનિયા હાઈસ્કૂલ અને વાલોડ તાલુકા ની વિનયમંદિર ગ્રામભારતી સ્કૂલ કહેર કલમકુઈ ખાતે કરવા માં આવી .
આ પ્રોગ્રામ નું આયોજન વન વિભાગ વ્યારા અને સરિસૃપ સંરક્ષણ સોસાયટી સુરત ગુજરાત ના સયુંકત ઉપક્રમે ઉજવણી કરવા માં આવી હતી
જેમાં વિદ્યાર્થીઓ ને ગુજરાતના ગૌરવ એવા એશિયાટિક લાયન ( ભારતીય સિંહ) વિષે માહિતી આપવા માં આવી અને સાસણગીર માં કઈ રીતે સિંહ નું અભ્યારણ બનાવ્યું શા માટે જરૂર પડી એ વિષ્ય પર વિદ્યાર્થીઓ ને માહિતી આપવા માં આવી હતી.
તાપી જિલ્લાના માં વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી માં આશરે 2500 જેટલા વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો.
વ્યારા માં એમ.પી.પટેલ શાળા માં પ્રિન્સીપાલ કૃપા બેન શાહ , કે.બી.પટેલ સ્કૂલ ના સેજલ બેન પંચોલી, શ્વેતા બેન શાહ ,આર એફ ઓ વ્યારા અનિલ ભાઈ પ્રજાપતિ,ફોરેસ્ટર ધર્મેશ સુરતી ,અરવિંદ ચૌધરી અને સરીસૃપ સંરક્ષણ સોસાયટી ના ટ્રસ્ટી અબરાર મુલતાની , અલ્પેશ દવે, અનંત પટેલ ,વિનય પટેલ, અરબાઝ શેખ વગરેએ ભાગ લીધો હતો
વાલોડ તાલુકાના કહેર કલમકુઈ ગામે વિનયમંદિર ગ્રામભારતી ખાતે મહુવા વન વિભાગ ના સ્ટાફ અને સરિસૃપ સંરક્ષણ સોસાયટી ના સભ્યો ઇમરાન વૈદ, સૂરજ ચૌધરી સાદીક શેખ અને હિરેન ગામીત હાજર રહ્યા હતા
સોનગઢ ખાતે જે કે પેપરની સિંઘાનિયા હાઇસ્કુલમાં આર એફ ઓ ચિરાગ આજરા, પી.એસ.આઇ. ચૌધરી , સરિસરૂપ સંરક્ષણ સોસાયટી ના સભ્યો બકુલ ભાઈ મેહતા રાહુલ સોની વગેરે હાજર રહ્યા હતા