નિઝરના વેલ્દા ખાતે કાળી પટ્ટી બાંધીને મણિપુરની ઘટનાના વિરોધમા મૌન રેલી સાથે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તાપી જિલ્લાના નિઝર તાલુકાના વેલ્દા ગામ ખાતે કાળી પટ્ટી હાથમાં બાંધીને મણિપુરમાં થયેલ અમાનવિય ઘટનાના વિરોદ્ધમાં મૌન રેલી સાથે વિશ્વ આદિવાસી દિવસનું આયોજન કરવામાં આવેલ હતું.
વેલદા ગામ ખાતે દેવાનંદ બાઉ સાહેબની આગેવાનીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના યુવા ભાઈઓ, બહેનો, વડીલોઓ અને બાળકોએ ભેગા મળીને કાળી પટ્ટી હાથમાં બાંધીને બે મિનિટનું મૌન રાખી બિરસા મુંડાજીના ચોક પર એમની પ્રતિમાને ફુલહાર કરી ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પર ફુલહાર કરી વંદન કરવામાં આવ્યું હતું. જેમાં યુવા આવેગવાન અતુલભાઈ વળવી, સાગરભાઈ વસાવા, અભિતભાઈ પાડવી, જીતેન્દ્રભાઈ વસાવા, રાજુભાઈ વળવી, સુનિલભાઈ પાડવી, કમલેશભાઈ સાળવે, મુકેશભાઈ સાળવે, રમેશભાઈ પાડવી, વિપુલભાઈ પાડવી, ગણેશભાઈ પાડવી, શ્રીરામભાઈ પાડવી, પ્રકાશભાઈ પાડવી, મુકેશભાઈ પાડવી, રવિન્દ્રભાઈ પાડવી, કૈલાસભાઈ પાડવી, સંજયભાઈ પાડવી, પઠાન સાજીદ, પવનભાઈ પાડવી વિજયભાઈ વળવી, ભારતભાઈ પાડવી, ગણેશભાઈ પાડવી આગેવાનો અને તમામ નિઝર તાલુકાના આદિવાસી સમાજના આગેવાનો હાજર રહ્યા હતાં.