ધન્વન્તરી આરોગ્ય રથ અને આરોગ્ય સંજીવની (MHU) એમ્બ્યુલન્સમાં આઈ કંજક્ટિવિટીના કેસમાં વધારો નોંધાયો
પ્રજાજનોને આ ચેપી રોગમાં કાળજી દાખવવાની અપીલ
–
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : તા: ૬: ડાંગ જિલ્લામાં છેલ્લા બે મહિનામાં આઈ કંજક્ટિવિટીના કેસમાં ચિંતાજનક વધારો નોંધાયો છે.
EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા ‘ધન્વંતરિ આરોગ્ય રથ’ અને ‘આરોગ્ય સંજીવની રથ’ માં છેલ્લા બે મહિનામાં આ રોગના ૪૩૭ જેટલા દર્દીઓને નિદાન અને નિશુલ્ક દવા આપવામાં આવી હતી.
EMRI સર્વિસ દ્વારા ડાંગ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ૧ મોબાઇલ હેલ્થ યુનિટની સેવા, ૧ એમ.એમ્યુ જ્યારે ૧ ધન્વંતરિ આરોગ્ય રથના માધ્યમથી, શ્રમિકોને નિશુલ્ક દવા વેચાણ, તાવ સહિતની બીમારી અને જનરલ હેલ્થ ચેકઅપ, લેબોરેટરી (બ્લડ ટેસ્ટ, યુરિન ટેસ્ટ) ની સેવાઓ પુરી પાડવામાં આવી રહી છે.
દરમિયાન ગત જૂન મહિનામાં ૧૬૯, અને જુલાઈ માસમાં ૨૬૮ કેસ મળી બે મહિનામાં ૪૩૭ જેટલા આંખના દર્દીની તપાસ અને નિશુલ દવા આપવામાં આવી છે.
પ્રજાજનોને આ ચેપી રોગમાં કાળજી દાખવવાની અપીલ કરવામાં આવી છે.
–