નાંદનપેડા ગામમાં પાણીની સમસ્યાનુ નિરાકરણ ન આવતા મહિલાઓએ પાણી પુરવઠા કચેરી ખાતે માટલા ફોડી તંત્ર સામે રોષ ઠાલવ્યો

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) :  ડાંગના આહવા તાલુકા માં સમાવિષ્ટ નાંદનપેડા ગામના લોકોની વર્ષો જુની પાણી સમસ્યા નો ઉકેલ ન આવતા નાંદનપેડા ગામની પચાસ જેટલી મહિલાઓએ આહવા પાણી પુરવઠા કચેરી ખાતે માટલા ફોડી તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો અને રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચી ને નાયબ કલેક્ટરશ્રીને પાણી ની સમસ્યાના નિરાકરણ મુદ્દે આવેદનપત્ર સુપુત્ર કર્યુ હતુ આવેદનપત્ર સુપુત્ર કરતી વેળા ગ્રામજનો પોતાની વેદના ઠાલવતા જણાવ્યું હતુ કે દર વર્ષે ઉનાળાની શરૂઆતથીજ નાંદનપેડા ગામ ના લોકોને પાણી પુરવઠા વિભાગ અધિકારી ના પાપે પાણી માટે વલખા મારવાનો વારો આવી રહયો જેના માટે આ ગામ લોકો એ બે વર્ષ અગાઉ પાણીની ૭૫ હજાર લીટર ની ટાંકી અને પાઇપ લાઇન સ્વખર્ચે બનાવી પાણી સમસ્યાનો ઉકેલ લાવવાના પ્રયાસ કર્યો હતો જેમાં નિશાળ ફળિયું માંગલા ફળીયા અને ફણસ ફળીયા મેઇન રોડ ગોઠણ ફળીયામાં પાણીની પાઇપ લાઇન નાખી ને દરેક ધરને નળ કનેક્શન પણ આપવામાં આવ્યા છે જેનું ટેસ્ટીંગ પણ ગત વર્ષે કરવામાં આવેલ હતુ જેમાં થોડી પાઇપ લાઇન તુટી જવાના કારણે પાણી નો પુરવઠો ગામમાં પહોંચાડી શકાતો નથી જેને લઇ લોકોને ઉનાળાની શરૂઆતે જ પાણી માટે વલખા મારવાનો વારો આવી રહયો જેની માટે ગ્રામજનોએ પાણી પુરવઠા વિભાગને પાઇપ લાઇનનુ રીપેરીંગ કામગીરી કરી મીની પાઇપ યોજના કાર્યરત કરવા માટે અનેક વાર લેખિત રજુઆતો પણ કરવામાં આવેલ છે પણ પાણી પુરવઠા વિભાગ દ્વારા આ બાબતે કોઈ નક્કર પગલા ભરવામાં ન આવતા નાંદનપેડાના લોકોએ પાણીની સમસ્યાનો ભોગ બની રહયા છે વળી ગુજરાતની સંવેદનશીલ સરકાર ગામે ગામ પાણીની સમસ્યાને દુર કરવામાં માટે ૮૦ -૨૦ ની લોકભાગીદારી દ્વારા વિવિધ યોજનાનો અમલીકરણ કરી લોકોને પાણીની સમસ્યાને લઇ પડતી મુશ્કેલી દૂર કરવાના પ્રયાસ કરી રહી છે તેમ છતા પણ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની બે બેદરકારીના કારણે સરકારની લોક ઉપયોગી યોજનાઓનો લાભ નાંદનપેડાના ગ્રામજનોને આજ સુધી લઇ શક્યા નથી જેને લઇ લોકો ને ઉનાળાના શરૂઆતના દિવસોથી પાણીની તંગી ને લઇ ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહયો જે સમસ્યાનો પાણી પુરવઠા વિભાગ તાત્કાલિક ધોરણે ઉકેલ લાવેએ જરૂરી બન્યુ છે વધુમાં નાંદનપેડા ના ગ્રામ જનોએ રોષ ઠાલવતા જણાવ્યું હતુ કે હાલ ચાલુ વર્ષ દરમિયાન પાણી પુરવઠા વિભાગ દ્વારા નાંદનપેડા ગામની વર્ષો જુની પાણી સમસ્યાનો ૧૫ દિવસમાં ઉકેલ લાવવામાં ન આવે તો ગ્રામજનો દ્વારા આવનારા દિવસોમાં ગાંધીચિધ્યા માંર્ગ જઇ આંદોલન કરવાની તૈયારી દાખવી છે

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other