નારી વંદન ઉત્સવ સપ્તાહ અંતર્ગત આનંદ શાળા વ્યારા ખાતે કિશોરીઓ માટે વિવિધ સ્પર્ધાઓ યોજાઇ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ તા 2નાં રોજ નારી વંદન ઉત્સવ સપ્તાહ અંતર્ગત બેટી બચાવો બેટી બચાવો બીજો દિવસની ઉજવણીના મહિલા અને બાળ અધિકારીશ્રી ડૉ મનિષાબેન મુલતાનીના માગૅદશૅન હેઠળ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશ્યલ વેલફેર એક્શન વ્યારા સંચાલિત જિલ્લા વિવિધ લક્ષી મહિલા કેન્દ્ર તાપી દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ દિવસ નિમિત્તે આનંદ શાળા વ્યારા ખાતે કિશોરીઓ માટે સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં વકતૃત્વ સ્પર્ધા, નિબંધ લેખન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને વેસ્ટ માંથી બેસ્ટ બનાવવાની સ્પર્ધા યોજાય હતી. જેમાં 61 જેટલા વિદ્યાર્થી ઓ એ ભાગ લીધો હતો અને વિજેતા વિદ્યાર્થી ને ઈનામ વિતરણ કરવામાં આવ્યા હતા. તથા જિલ્લા વિવિધ લક્ષી મહિલા કેન્દ્ર તાપીના જિલ્લા કોડિંનેટર તથા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ તાપીના પેરા લીગલ વોલિયન્ટર મધુ/મીનાબેન પરમાર દ્વારા પૉક્સો એકટ વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને મહિલા અને બાળ અધિકારીની કચેરી તાપીની યોજના વિશે માહિતી આપી. બેટી બચાવો બેટી પઢાઓ દિવસ નિમિત્તે આનંદ શાળા વ્યારા ના આચાર્ય શ્રી જ્યોતિબેન ચોધરી, જિલ્લા મહામંત્રી નીલાબેન પંડ્યા , જિલ્લા વિવિધ લક્ષી મહિલા કેન્દ્ર તાપી સામાજીક કાર્યકર મિત્તલબેન અને રીનાબેન તથા શાળાના શિક્ષકો હાજર રહ્યા હતા. અને આ કાર્યક્રમ સફળતા પુર્વક યોજાયો હતો.