કામધેનુ યુનિવર્સીટી ઉકાઈ કેન્દ્ર દ્વારા “એન્ડવાન્સ એક્વાકલ્ચર પ્રેકટાઈસીસ” વિષય ઉપર ૫ દિવસીય તાલીમની શરૂઆત
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર કામધેનુ યુનિવર્સીટી ઉકાઈ કેન્દ્ર દ્વારા રાજ્ય સરકારના મત્સ્યપાલન વિભાગમાં ફરજ બજાવતા ૨૦ મહિલા અધિકારીઓની “એન્ડવાન્સ એક્વાકલ્ચર પ્રેકટાઈસીસ” વિષય ઉપર ૫ દિવસીય રીફ્રેશમેન્ટ તાલીમ તારીખ ૧-૮-૨૦૨૩ થી આયોજિત કરવામાં આવેલ છે.
જેના ઉદ્દધાટન પ્રસંગે પદ્મશ્રી શ્રીમતી રમીલાબેન ગામીત મુખ્ય મેહમાન તરીકે હાજર રહેલ હતા. સદર કાર્યક્રમમા સેન્ટર ઓફ એકસલન્સના હેડ ડો. સ્મિત લેન્ડે અને અન્ય સ્ટાફ હાજર હતા. સદર તાલીમ દરમિયાન અગાઉ દિવસોમાં વિષય નિષ્ણાતો દ્વારા વિશ્વમાં ચાલતા જળચર ઉછેરના વિવિધ તકનીકોના બાબતે વ્યાખ્યાનો આપવામાં આવશે.