સુબીર તાલુકાની વડપાડા પ્રાથમિક શાળાના ઓરડાના રીપેરીંગ કામમાં ભ્રષ્ટાચાર!!
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : મળતી માહિતી મુજબ સુબીર તાલુકામાં સમાવિષ્ટ વડપાડા પ્રાથમિક શાળાના ઓરડા રીપેરીંગની કામગીરીમાં ખુદ શાળાના આચાર્ય દ્વારા ભારે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહયા હોવાનુ જાણવા મળેલ છે એક તરફ સરકાર બાળકો ને સારી સુવિધા ઉપલબ્ધ થાય એ માટે લાખો રૂપિયાનુ આંધણ કરી રહી છે તેમ છતા પણ ભ્રષ્ટ અધિકારીઓની મીલી ભગતથી સરકારનો હેતુ સાર્થક થઇ રહયો નથી જેનો ઉતમ નમુનો વડપાડા પ્રાથમિક શાળાના રીપેરીંગ કામગીરીમાં જોવા મળી રહયો છે આ ઓરડા રીપેરીંગ કામગીરીમાં ફકત માટી યુક્ત ભાઠુ વાપરી અને નિમ્નકક્ષાનુ મટીરીયલનો ઉપયોગ કરી ખુલ્લે આમ ભ્રષ્ટાચાર આચરાઈ રહયો છે આ તમામ કામગીરી ની દેખરેખની જવાબદારી ખુદ આચાર્યની હોય છે તેમ છતા પણ રીપેરીંગ કામગીરીમાં નકરી વેઠ ઉતારવામાં આવી રહી હોવાની ફરિયાદ જાગૃતિ નાગરીક દ્વારા શિક્ષણ વિભાગ ના બાંધકામ અધિકારીને કરવામાં આવેલ છે તેમ છતા પણ શિક્ષણ વિભાગ દ્વારા આ બાબતે કોઈ પગલા ભરવામાં આવેલ નથી જેને લઇ રીપેરીંગની કામગીરીમાં શાળાના આચાર્યને જાણે ભ્રષ્ટાચાર કરવાની છુટ આપી હોય એવું માલુમ પડી રહ્યું છે એટલું જ નહી પણ એસ.એમ.સી ના પ્રમુખએ પોતે આંગણવાડી વર્કર તરીકે નોકરી કરે છે છતાં પણ પ્રમુખ તરીકે રાખવામાં આવેલ છે. જે સરકારના ધારાધોરણ મુજબ ગેરલાયક છે. આની સમસ્ત જવાબદારી આચાર્યની હોય છે.આ બાબતે એક વડપાડા ગામના જાગરુત નાગરીકે પોતાનુ નામ ન કહેવાની શરતે જણાવ્યું હતું કે કોઈ પણ પ્રકારની કામગીરી હોય છે પણ આચાર્ય એસએમસીના તમામ મેમ્બરોને વિશ્વાસમાં લેતા નથી અને પોતાની રીતે મનમાની કરી કામ કરે છે. જેમાં એસએમસીના પ્રમુખ અને આચાર્ય પોતાની સાથ ગાઠ કરી નિમ્ન કક્ષાના કામો કરી ભ્રષ્ટાચાર આરચી રહ્યા છે. જે ભ્રષ્ટાચાર બાબતે શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક પગલાં લઇ જરુરી કાર્યવાહી હાથ ધરે એજ પ્રજાજનો માંગ રહી છે