સુરત તથા તાપી જિલ્લાના બસ સ્ટેશનો ઉપર નજીવા દરે જાહેરાતો પ્રસિધ્ધ કરવાની તક
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સોમવાર: સુરત અને તાપી જિલ્લામાં આવેલા જિલ્લા તથા તાલુકા કક્ષાના બસ સ્ટેશનો સુરત મધ્યસ્થ, ઉધના, કામરેજ, પલસાણા, કડોદરા, બારડોલી હાઈવે, બારડોલી રેલ્વે, માંડવી, ઉમરપાડા, ઓલપાડ, વ્યારા, સોનગઢ વર્કશોપ, નિઝર, કુકરમુન્ડા તેમજ કઠોર બસ સ્ટેશનો ઉપર ૧૦ × ૨૦ ફુટની સાઈઝમાં હોર્ડિંગ્સ અને ૦૩× ૦૬ ફૂટની સાઈઝમાં સાઈન બોર્ડ ઉપર નજીવા દરે કંપની/સંસ્થા કે અન્યની જાહેરાતો નિગમના પ્રવર્તમાન નીતિ નિયમો મુજબ પ્રસિધ્ધ કરવા દેવામાં આવશે. જેમાં રાજય/કેન્દ્ર સરકાર કે સ્થાનિક સત્તાધારીઓ દ્વારા પ્રતિબંધિત ચીજવસ્તુઓની જાહેરાતો પ્રસિધ્ધ કરી શકાશે નહી.
નજીવા દરે જાહેરાતો પ્રસિધ્ધ કરવા રસ ધરાવનાર વ્યક્તિ/પાર્ટી/કંપનીઓએ નીતિ નિયમો કે અન્ય જાણકારી માટે એસ.ટી.વિભાગીય કચેરી, અડાજણ બસ પોર્ટ, અડાજણ, સુરત ખાતેથી કચેરી સમય દરમિયાન સવારે ૧૧.૦૦થી ૫.૦૦ વાગ્યા સુધીમાં રૂબરૂ સંર્પક કરવા વિભાગીય નિયામક, એસ.ટી.સુરતની યાદીમાં જણાવાયું છે.
–૦૦–