વિદ્યાકુંજ વિદ્યાલય શાળામાં કન્યાઓને પોલીસ વિભાગ દ્વારા અભયમ 181 મહિલા સુરક્ષા વિષે વાર્તાલાપ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ કલાનીકેતન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા વિરપુર વિદ્યાકુંજ વિદ્યાલયમાં અભ્યાસ કરતી ૯ થી ૧૨ની તમામ કન્યાઓને પોલીસ વિભાગ દ્વારા મહિલા સુરક્ષા અંતર્ગત 181 મહિલા અભયમના કાઉન્સિલર શ્વેતા ચૌધરી અને તેમની ટીમ દ્વારા શાળામાં સુરક્ષા વિષે માગૅદશૅન આપ્યું. ઘરોમાં થતાં ડોમેસ્ટિક વાયોલન્સ, ઘરમાં માતા, બહેનો પર અયોગ્ય વર્તન, વાણી, ઘરોમાં અન્યાય સામે કેવી રીતે ઝઝૂમવું, ઘરમાં અને સમાજમાં નારી સન્માન જેવા વિવિધ પ્રકારના મુદ્દા અંગે ચર્ચા કરી યોગ્ય માર્ગદર્શન આપ્યું અને મહિલા સુરક્ષા માટે વિભાગ દ્વારા અભ્યમ વિષે વાર્તાલાપ કરી સૌને વાકેફ કર્યા. જરૂર પડે તો નંબર 181 પર ફોન કરી સુરક્ષા માંગી પોતાનો બચાવ કરી શકો છો. સરકાર ના પોલિસ અને મહિલા બાળ સુરક્ષા વિભાગોની સદાયે મદદ મળશે. શાળાના શિક્ષકો, વાલીઓ પણ ઉપસ્થિત રહ્યાં શાળા તરફથી સૌ ને આવકાર આપી ચા નાસ્તો કરી આભાર વ્યક્ત કર્યો.