સોનગઢમાં જુગાર રમતા કુલ-૯ જુગારીઓને 2.88 લાખનાં મુદ્દામાલ સાથે પકડી પાડતી સોનગઢ પોલીસ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  પોલીસ અધિક્ષકશ્રી તાપીએ તાજેતરમાં અધિક શ્રાવણ માસ ચાલુ હોય, જે અનુસંધાને પ્રોહી જુગારની પ્રવૃત્તિને સદંતર નેસ્ત નાબુદ કરવા ડ્રાઇવનું આયોજન કરવામા આવ્યુ હોય જે અનુસંધાને, નાયબ પોલીસ અધિક્ષકશ્રીની સુચના અને બાતમી મુજબ સોનગઢ પોલીસ સ્ટાફ દ્વારા સોનગઢ ટાઉન અલીફનગરમાં આવેલ આરોપી પીર મહમદ ઉર્ફે પીરૂ તાજ મહમદ પઠાણના ઘરમાં રેડ કરતા પૈસા વડે તીન પત્તી ગંજી પાનાનો હારજીતનો જુગાર રમી રમાડી રહેલ કુલ-૦૯ જુગારીયાઓને પકડી પાડેલ હતા તથા ત્રણ ઇસમો બારીમાંથી ભાગી જઇને અંધારોનો લાભ લઈ નાસી ગયેલ છે. રેડ દરમ્યાન દાવ ઉપરના રોકડા રૂ ૬૦,૮૨૦/- તથા પકડાયેલાઓની અંગ ઝડતીમાંથી મળી આવેલ રોકડા રૂ. ૪૨,૬૯૦/- મળી કુલ રોકડા રૂ. ૧,૦૩,૫૧૦/- તથા મોબાઇલ નંગ- ૪ કિ.રૂ. ૨૦,૦૦૦/- તથા મો.સા.નં. ૭ કિ.રૂ.૧,૬૫,૦૦૦/- તથા જુગારના પાના નંગ- ૧૫૯ કિ.રૂ. ૦૦/૦૦ તથા લાઈટ બીલ કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ્લે કિ.રૂ. ૨,૮૮,૫૧૦/- ના મત્તાનો મુદ્દામાલ કબજે કરવામા આવ્યો છે. જે અંગે સોનગઢ પો.સ્ટે. ગુ.ર.નં- ૧૧૮૨૪૦૦૪૨૩૧૩૧૨/૨૦૨૩ જુગાર ધારા કલમ ૪, ૫ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

કબજે કરેલ મુદ્દામાલ:-

(1) રોકડા રૂ ૬૦,૮૨૦/- તથા પકડાયેલ ઇસમોની અંગ ઝડતીમાંથી મળી આવેલ રોકડા રૂપિયા ૪૨,૬૯૦/- મળી કુલ રોકડા રૂ. ૧,૦૩,૫૧૦- આવેલ છે.

કબજે કરેલ અન્ય મુદ્દામાલ :-

1. જુગારવાળી જગ્યા ઉપરથી કુલ-૦૭ મો.સા જેની કિંમત ૨ ૧,૬૫,૦૦૦/- ના મત્તાની કબજે કરવામા આવેલ છે. 2. અંગ ઝડતી દરમ્યાન કુલ મોબાઇલ નંગ-૦૪ જેની કિંમત ૨૦,૦૦૦/- ના મોબાઇલ કબજે કરવામા આવેલ છે.

અટક કરેલ આરોપીઓ —

(૧) પીર મહમદ ઉર્ફે પીરૂ તાજ મહમદ પઠાણ રહે, સોનગઢ અલીનગર તા. સોનગઢ જિ. તાપી, (૨) સોહેલ રસીદ શેખ રહે. સોનગઢ ઇસ્લામપુરા ટેકરા તા. સોનગઢ જિ. તાપી (૩) જાવેદ શેરમમદ બાગવાન, રહે. સોનગઢ, ઇસ્લામપુરા ટેકરા, તા.સોનગઢ, જિ.તાપી (૪) રામાશંકર ગૌતમભાઇ શાહ રહે. સોનગઢ પીપળ ફળિયું યુ.પી.નગર તા.સોનગઢ, જિ.તાપી (૫) બાલુભાઇ મગનભાઇ ગામીત રહે સીંગલખાંચ મંદિર ફળિયું તા.સોનગઢ, જિ.તાપી (૬) મોહમ્મદ લતીફ અબ્દુલ કરીમ રહે. સોનગઢ ઇસ્લામપુરા ટેકરા તા.સોનગઢ જિ. તાપી (૭) સાજીદ મહમદ પઠાણ રહે. સોનગઢ અમન પાર્ક તા.સોનગઢ જિ.તાપી (૮) વિપુલ ઉર્ફે ઘોડો અશોકભાઇ પાટીલ રહે. સોનગઢ શક્તિનગર તા.સોનગઢ જિ. તાપી (૯) દિલીપભાઇ જગન્નાથભાઇ પાટીલ રહે. સોનગઢ જમાદાર ફળિયું તા.સોનગઢ જિ. તાપી

પકડાયેલ આરોપીઓનો ગુનાહીત પુર્વ ઇતિહાસ:-

(A) આરોપી પીર મહમદ ઉર્ફે પીરૂ તાજ મહમદ પઠાણ વિરૂધ્ધ અગાઉ (૧) સોનગઢ પો.સ્ટે. ગુ.ર.નં-1/7/20191P: ૩૦૭, ૩૨૩, ૧૧૪. (૨) સોનગઢ પો.સ્ટે. II/88/2019 IPC કલમ ૩૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪. (૩) સોનગઢ પો.સ્ટે. II 78/2019 IPC ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) મુજબના ગુનાઓ નોંધાયેલ છે.

(B)આરોપી વિપુલ ઉર્ફે ઘોડો અશોકભાઇ પાટીલ નાઓ વિરૂધ્ધ અગાઉ (૧) સોનગઢ પો.સ્ટે. ગુ.ર.નં-૪/૩૫/૨૦૧૮ જુગાર ધારા કલમ ૧૨. (૨) સોનગઢ પો.સ્ટે. III/0254/2018 પ્રોહી એક્ટ કલમ ૬૫(ઇ) ૮૧, ૯૮(૨). (૩) સોનગઢ પો.સ્ટે. II/0384/2019 પ્રોફી એક્ટ કલમ ૬૫એ(ઇ), ૮૧, ૯૮(૨). (૪) સોનગઢ પો.સ્ટે. 11824004200014/2020 પ્રોફી એક્ટ કલમ ૬૫એ(ઇ), ૮૧, ૯૮(૨). (૫) સોનગઢ પો.સ્ટે. તથા III/0289/2019 પ્રોહી એક્ટ કલમ ૬૫(ઇ), ૮૧, ૯૮(૨). (૬) સોનગઢ પો.સ્ટે. 1/0274/2019 પ્રોહી એક્ટ કલમ ૬૫(ઇ), ૮૧, ૯૮(૨). (૭) સોનગઢ પો.સ્ટે. 11824001201150/2020 પ્રોહી એક્ટ કલમ ૬૫(ઇ), ૮૧,. (૮) સોનગઢ પો.સ્ટે. 11824004211428/2021 પ્રોહી એક્ટ કલમ ૬૫એએ, ૮૧, ૯૮(૨). (૯) વ્યારા પો.સ્ટે. III/0031/2019 પ્રોહી એક્ટ કલમ ૬૫(ઇ) ૮૧, ૯૮(૨). (૧૦) વ્યારા પો.સ્ટે.IT/0032/2019 પ્રોહી એક્ટ કલમ ૬૫(ઇ) . (૧૧) વ્યારા પો.સ્ટે. 11824001201157/ 2020 એમ.વી.એક્ટ કલમ ૧૮૫. (૧૨) વ્યારા પો.સ્ટે. તથા 11824001211220/૨૦૧ પ્રોહી એક્ટ કલમ ૬૫એએ, ૮૧, ૯૮(૨). (૧૩) કાકરાપાર પો.સ્ટે. III/0172/2019 પ્રોહી એક્ટ કલમ ૬૫(ઇ), ૮૧, ૯૮(૨) (૧૪) ઉકાઇ પો.સ્ટે. 1824005200478 પ્રોહી એક્ટ કલમ ૬૫એએ, ૮૧, ૯૮(૨) મુજબના ગુનાઓ નોંધાયેલ છે.

વોટેડ આરોપીઓ:-

(૧) ભગવાન જેના પુરા નામની ખબર નથી રહે. સોનગઢ બાપા સીતારામ નગર (૨) સંજય ઉર્ફે સરલો ભરવાડ રહે. સોનગઢ તા.સોનગઢ જિ. તાપી (૩) જાકીર ભૈયા કુરેશી રહે. સોનગઢ ઇસ્લામપુરા તા.સોનગઢ જિ. તાપીઓ અંધારોનો લાભ લઇને સ્થળ ઉપરથી નાસી ગયેલ હોય જેને આ ગુનામા વોન્ટેડ જાહેર કરેલ છે.

કામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારી

૧) પોલીસ ઇન્સ્પેકટરશ્રી, વાય.એસ. શીરસાઠ, સોનગઢ પોલીસ સ્ટેશન. ૨) પો.સ.ઇ.શ્રી એસ.એમ. સાધુ. સોનગઢ પોલીસ સ્ટેશન ૩) ASI સરજીતભાઇ બચુભાઇ, સોનગઢ પો.સ્ટે. ૪) સંદિપભાઇ હીરાલાલ, સોનગઢ પો.સ્ટે. ૫) P ગોપાલકુમાર કાળુભાઇ, સોનગઢ પો.સ્ટે. ૬) PC કમલેશભાઇ કિશનભાઇ, સોનગઢ પો.સ્ટે. ૭) PC અર્જુનભાઇ નારણભાઇ, સોનગઢ પો.સ્ટે. ૮) PC જયદિપભાઇ રાકેશભાઇ, સોનગઢ પો.સ્ટે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *