જવાહર નવોદય વિદ્યાલય, સાપુતારા ખાતે ભારત સરકારની નવી શિક્ષણ નીતિથી મીડિયાકર્મીઓને અવગત કરાયા

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) :  તા: ૨૭: ભારત સરકારની નવી શિક્ષણ નીતિની તૃતીય વર્ષગાંઠની ઉજવણીનું દિલ્હીના પ્રગતિ મેદાનમાં આગામી તા.૨૯ અને ૩૦ જુલાઈ, ૨૦૨૩ ના રોજ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવનાર છે. ત્યારે નવી શિક્ષણ નીતિના સંદર્ભમાં ઠેર ઠેર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ શિક્ષણ નીતિની સફળતા અને ગતિવિધિઓની જાણકારી આપવા માટે, વિવિધ ઓનલાઈન માધ્યમો દ્વારા જીવંત પ્રસારણ કરવા સાથે, દેશના પ્રત્યેક જિલ્લામાં જ્યાં કેન્દ્રીય વિદ્યાલય અને જવાહર નવોદય વિદ્યાલયો આવેલા છે. તેમને આના યોગ્ય પ્રચાર પ્રસારની સમન્વયની કાર્યવાહી સોપવામાં આવેલી છે.

સમગ્ર ગુજરાત રાજ્યની કામગીરીની જવાબદારી ગાંધીનગર ખાતે આવેલ આઈ.આઈ.ટી. ના પ્રોફેસર શ્રી રજત મોનાજીને સોપવામાં આવી છે.

આ સંદર્ભમાં નવોદય વિદ્યાલય સાપુતારાના પ્રાચાર્ય શ્રી એન. એસ.રાણે દ્વારા, વિદ્યાલયના સ્ટાફની હાજરીમાં સ્થાનિક મીડિયાકર્મીઓની એક પત્રકાર પરિસદ યોજવામાં આવી હતી. જેમાં નવી રાષ્ટીય શિક્ષણ નીતિની વિસ્તાર પૂર્વક જાણકારી આપવામાં આવી હતી.

રાષ્ટીય શિક્ષણ નીતિ ૨૦૨૦ થી સંબંધિત કેટલાયે પ્રશ્નો જેમ કે નવી રાષ્ટીય શિક્ષણ નીતિ ક્યારથી અમલમાં આવી ? તેમાં ક્યાં ક્યાં બદલાવ અને સુઝાવ આપવામાં આવેલ છે ? જૂની શિક્ષણ નીતિ અને આ નીતિમાં શુ અંતર રહેલું છે ? જેવી તમામે તમામ બાબતો અંગે માર્ગદર્શન પૂરું પડાયું હતું. ડાંગ જિલ્લાના નોડલ ઓફીસર અને જવાહર નવોદય વિધ્યાલના પ્રાચાર્ય શ્રી એન.એસ.રાણે, શ્રી ગીરીશકુમાર રાઠોડ, અને શ્રી અશોક લીમયેએ વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

દરમિયાન વિદ્યાલય દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન પણ પ્રસ્તુત કરાયું હતું. અંતે નવોદય વિદ્યાલય-સાપુતારા વતી શ્રી શૈલેશ રામટીકે એ ઉપસ્થિતોનો આભાર વ્યક્ત કર્યો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *