માઁ શિવદૂતી સાયન્સ સ્કૂલ વ્યારામાં તાલુકા કક્ષાનો યુવા ઉત્સવ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ,ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી તાપી અને માઁ શિવદૂતી સાયન્સ સ્કૂલના સહયોગથી તાલુકા કક્ષાનો યુવા ઉત્સવ-૨૦૨૩ માઁ શિવદૂતી સાયન્સ સ્કૂલ ખાતે યોજાયો. જેમાં વ્યારા તાલુકાની જુદી જુદી શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં વકૃત્વ સ્પર્ધામાં “અ” વિભાગમાં ચૌધરી ખુશી, “બ” વિભાગમાં રાજપુત ખુશીનો પ્રથમ ક્રમ આવ્યો હતો. નિબંધ સ્પર્ધામાં “અ” વિભાગમાં ગામીત સ્નેહા, “બ” વિભાગમાં રાજપુત વરૂણનો પ્રથમ ક્રમ આવ્યો હતો. લોક વાર્તા સ્પર્ધામાં દવે મોક્ષાંએ પ્રથમ ક્રમ, હળવું કઠંય સંગીતમાં ચૌધરી ખુશી, “બ” વિભાગમાં પટેલ જેસિકાનો પ્રથમ ક્રમ આવ્યો હતો. ભજન સ્પર્ધામાં જોશી તનીષાએ પ્રથમ ક્રમ મેળવ્યો હતો. એકપાત્રીય અભિનયમાં “અ” વિભાગમાં પરદેશી કલ્પેશ, “બ” વિભાગમાં કોંકણી સમીરભાઈનો પ્રથમ ક્રમ આવ્યો હતો. ચિત્રકલા સ્પર્ધામાં મોહન્તી સુજાતા પ્રથમ ક્રમ મેળવ્યો. સમૂહગીત સ્પર્ધામાં વડ પ્રિયાંશીએ પ્રથમ ક્રમ મેળવ્યો હતો.લોકવાધ સ્પર્ધામાં માઁ શિવદૂતી સાયન્સ સ્કૂલના વિદ્યાર્થી ગામીત કેયુરએ ચાંગ્યો ઢોલ વગાડી, શાળાની વિદ્યાર્થીનીઓએ આદિવાસી નૃત્ય કરી પ્રથમ નંબર મેળવી આદિવાસી સંસ્કૃતીને ઉજાગર કરી હતી. જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીઅમૃતાબેન ગામીત અને ઇન.આચાર્ય શ્રી દ્રષ્ટિબેન શુકલાએ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ કર્યા હતા.સંસ્થાના ચેરમેન શ્રીઅજયસિંહ રાજપૂતે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.