સોનગઢમાં જુગાર રમતા પાંચ આરોપીઓને 82 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી એલ.સી.બી./પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): અધિક પોલીસ મહાનિદેશકશ્રી, સુરત વિભાગ, સુરત તથા પોલીસ અધિક્ષકશ્રી, તાપી દ્વારા પ્રોહી જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા બુટલગેરો પર તથા નાસતા ફરતા આરોપીઓ અને શરીર/મિલકત સબંધિત ગુન્હાઓ ડીટેકટ કરી કડક કાર્યવાહી કરવા સુચના હોઇ શ્રી,આર.અમે. વસૈયા, પોલીસ ઇન્સ્પેકટર, લોકલ ક્રાઈમ બ્રાન્ચ તાપી-વ્યારાના સુચના અને માર્ગદર્શન હેઠળ ગઇ તા.૨૧ ના રોજ પો.સ.ઇ.શ્રી પી.એમ. હઠીલા એલ.સી.બી. તાપી, એલ.સી.બી. ના તથા પેરોલ ફર્લો સ્કોર્ડ સ્ટાફના પોલીસ માણસો સાથે સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમાં નિકળેલ હતા. તે દરમ્યાન અ.હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ તથા અ.પો.કો.દિપકભાઇ સેવજીભાઇને સંયક્ત રીતે ખાનગી રાહે બાતમી મળેલ કે, “સોનગઢ બાપાસીતારામ ફળીયામા ટેકરા ઉપર આવેલ ગણેશગીરી હાટુગીરી ગોસ્વામીના ઘરના ઓટલા ઉપર કેટલાક લોકો ભેગા મળી ગંજીપાના તથા રૂપિયાઓ વડે હારજીતનો જુગાર રમે છે. ” જે બાતમી આધારે પો.સ.ઇ.શ્રી પી.એમ. હઠીલા, એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો સાથે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા આરોપીઓ (૧) વિજશગીરી સોમગીરી ગોસ્વામી ઉ.વ.૪૦ રહે-સોનગઢ બાપાસીતારામનગર તા.સોનગઢ જી.તાપી (૨) સાહદબ અકબરભાઇ ખાટીક ઉ.વ.૨૩ રહે-સોનગઢ બાપાસીતારામનગર તા સોનગઢ જી.તાપી (3) ધનરાજ સાવકારીયા ગાળગે ઉ.વ.૨૦ રહે સોનગઢ ડેપો ફળીયુ તા સોનગઢ જી.તાપી (૪) ગગનગીરી ગોવિંદગીરી ગોસ્વામી ઉ.વ.૩૬ રહે-સોનગઢ બાપાસીતારામનગર તા.સોનગઢ જી.તાપી (૫) પ્રશાંતગીરી શંભુગીરી ગોસ્વામી ઉ.વ.૨૪ રહે સોનગઢ બાપાસીતારામનગર તા.સોનગઢ જી.તાપી જાહેરમાં પૈસા પાના વતી હારજીતનો જુગાર રમતા પકડાઇ જઇ અંગઝડતી તથા દાવ પરના રોકડા રૂપિયા મળી ૧૬,૯૮૦/- તેમજ ગંજીપાના નંગ.૧૦૬ કિ.રૂ.૦૦/- તથા મોબાઇલ નંગ-૦૬ કિ.રૂ.૬૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૮૧,૯૮૦/- નાં મુદ્દામાલ સાથે પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધમાં જુગાર ધારા કલમ ૧૨-અ મુજબ કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી અર્થે સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

કામગીરી કરનાર ટીમ :-

પો.સ.ઇ.શ્રી પી.એમ. હઠીલા, એલ.સી.બી. તાપી તથા અ.હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ, અ.હે.કો.જયેશભાઇ લીલકીયાભાઇ, અ.હે.કો.જગદીશભાઇ જોરારામભાઇ, અ.પો.કો.પ્રકાશભાઇ રામાભાઇ, અ.પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ, અ.પો.કો. અજયભાઇ મનસુખભાઇ, તથા પેરોલ/ફર્લો સ્કોડના અ.હે.કો. લેબજીભાઇ પરબતજીભાઇ, અ.પો.કો.દિપકભાઇ સેવજીભાઇ, અ.પો.કો.રાહુલભાઇ દિગંબરભાઇએ કામગીરી કરેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other