ગ્રામભારતીમાં કવિશ્રી ઉમાશંકરજોષીની જન્મજયંતિ નિમિત્તે “સર્વત્ર ઉમાશંકર,વ્યાખ્યાન” કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને વેડછી પ્રદેશ સેવા સમિતિ વાલોડના સંયુક્ત ઉપક્રમે વિનય મંદિર ગ્રામભારતી કહેર-કલમકુઈ તા.વાલોડ ખાતે કવિવર ઉમાશંકર જોષીની ૧૧૨મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે “સર્વત્ર ઉમાશંકર,વ્યાખ્યાન” કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં વેડછી પ્રદેશ સેવા સમિતિના પ્રમુખશ્રી આદરણીય તરલાબેન શાહે કવિવર ઉમાશંકર જોષીના જીવન-કવન વિશે વ્યાખ્યાન આપતા જણાવ્યું કે તેઓ ગાંધી યુગનાં પ્રધાન સાહિત્યકાર અને તેમનું સાહિત્ય ક્ષેત્રે અમુલ્ય પ્રદાન છે. તેમજ તેમના બાળપણની હંમેશા સાચું બોલવાની ટેવ, વાંચન પ્રત્યેની ભૂખ, વગેરે પ્રસંગો રજુ કર્યા હતા. તેમજ આદરણીય તરલાબેન શાહ ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ દરમિયાન તેમની સાથે થયેલી મુલાકાતનાં સ્મસ્મરણોને તાજા કર્યા હતા,કાર્યક્રમમાં વિદ્યાર્થીમિત્રોએ કવિવર ઉમાશંકર જોષીની કવિતા – ગીતોનું સમુહમાં ગાન કરી તેમની જન્મજયંતિની ઉજવણી કરી હતી.