વ્યારા અને કાકરાપાર વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીના આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : અધિક પોલીસ મહાનિદેશકશ્રી સુરત વિભાગ, સુરત તથા પોલીસ અધિક્ષકશ્રી, જી.તાપીએ તાપી જીલ્લામાં બનતા મિલ્કત સબંધી તેમજ વાહનચોરીના ગુનાઓ બનતા અટકાવવા તેમજ શોધી કાઢવા સુચનાના આધારે શ્રી આર.એમ. વસૈયા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.ની સુચના મુજબ એલ.સી.બી.ની ટીમ તાપી જીલ્લામાં અલગ અલગ જગ્યાએ બનેલ ઘરફોડ ચોરીના ગુનાઓ બાબતે તપાસમાં હતી તે દરમ્યાન પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એલ.સી.બી.ને ટેકનીકલ સર્વેલન્સ દ્વારા માહીતી મળેલ કે, વ્યારા પો.સ્ટે. તથા કાકરાપાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ થયેલ ઘરફોડમાં હીમસીંગ પરશુભાઇ મોહનીયા રહે.ધાનપુર દાહોદનો સંડોવાયેલ છે તેવી માહીતી મળતા ટીમ દ્વારા તપાસ કરાવતા હકીકત મળેલ કે, આ શંકમદ આરોપી બોરસદ સબજેલમાંથી જામીન ઉપર મુકત થયેલ છે તેને વ્યારા ખાતે લાવી તાપી જીલ્લામાં બનેલ ઘરફોડના ગુનાઓ બાબતે આગવી ઢબે પુછપરછ કરતા આરોપી- હીમસીંગ ઉર્ફે કટલો પરશુભાઇ મોહનીયા ઉ.વ.૨૫ રહે.ગામ-ઉંડાર માલ ફળીયુ તા.ધાનપુર જી.દાહોદને તાપી જીલ્લામાં બનેલ ગુનાઓ બાબતે પુછપરછ કરતા તેણે તથા તેના સાથીદારોએ સાથે મળી વ્યારા પો.સ્ટે. તથા કાકરાપાર પો.સ્ટે. વિસ્તારમાં અલગ અલગ જગ્યાઓએ રાત્રીના સમય ઘરફોડ ચોરી કરેલાની કબુલાત કરતા ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ હોય આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી વ્યારા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.

શોધાયેલ ગુના

(૧) વ્યારા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૧૧૮૨૪૦૦૧૨૩૦૧૬૫/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૪૫૪,૪૫૭,૩૮૦મુજબ

(૨) વ્યારા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૧૧૮૨૪૦૦૧૨૨૦૮૮૧/૨૦૨૨ ઇ.પી.કો.કલમ ૪૫૪,૪૫૭,૩૮૦ મુજબ

(3) કાકરાપાર પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૧૧૮૨૪૦૦૩૨૨૦૪૯૨/૨૦૨૨ ઇ.પી.કો.કલમ ૪૫૭,૩૮૦  મુજબના ગુનાઓ કરેલાની કબુલાત કરેલ છે.

ગુન્હો કરવાનો એમ.ઓ.

રાત્રીના સમયે બંધ મકાનના દરવાજા-બારીના લોક-નકુચા તોડીને સોના-ચાંદીના ઘરેણા તથા રોકડા રૂપિયા ચોરી કરવા

ગુનાહીત ઇતિહાસ :

પકડાયેલ આરોપી વિરૂધ્ધ દાહોદ, અમદાવાદ ગ્રામ્ય, વડોદરા ગ્રામ્ય, આણંદ, ગાંધીનગર, મોરબી જીલ્લામાં ગુન્હા દાખલ થયેલ છે.

કામગીરી કરનાર ટીમ

શ્રી આર.એમ. વસૈયા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. તાપી, શ્રી પી.એમ. હઠીલા, પો.સ.ઇ. એલ.સી.બી. તાપી, એ.એસ.આઇ ગણપતભાઇ રૂપસિંહભાઇ, અ.હે.કો. જયેશભાઈ લીલકિયાભાઈ, અ.હે.કો ધર્મેશભાઇ મગનભાઇ, અ.પો.કો.પ્રકાશભાઈ રામાભાઈ, અ.પો.કો. પ્રકાશભાઈ અરવિંદભાઈ, અ.પો.કો. વિનોદભાઈ પ્રતાપભાઈ, અ.પો.કો. રોનકભાઈ સ્ટીવન્સભાઈ, અ.પો.કો પિયુષભાઇ રામુભાઇ, આ.પો.કો. ઈન્દ્રસિંહ વાલાભાઈ, આ.હે.કો. તેજશકુમાર તુલસીરાવ, અ.પો.કો. વિપુલભાઈ બટુકભાઈ દ્વારા આ સારી કામગીરી કરવામાં આવેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other