વાલોડ પોલીસ સ્ટેશનના ગુન્હાના વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : અધિક પોલીસ મહાનિદેશકશ્રી, સુરત વિભાગ, સુરત તથા પોલીસ અધિક્ષકશ્રી, તાપી દ્વારા નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા ડ્રાઇવનું આયોજન અને નાસતા- ફરતા આરોપીઓને પકડવા સુચના હોય, શ્રી આર.એમ. વસૈયા, પોલીસ ઈન્સ્પેક્ટર એલ.સી.બી. તાપીની સુચના અને માર્ગદર્શન આધારે તા.૧૯ના રોજ એલ.સી.બી. શાખાની ટીમ વાલોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન અ.પો.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ તથા એ.એસ.આઇ. ગણપતભાઇ રૂપસિંહ બારીયાને સંયુક્ત ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે, વાલોડ પો.સ્ટે સી પાર્ટ ગુ.ર.નં.૧૧૮૨૪૦૦૨૨૩૦૧૯૩/ ૨૦૨૩ પ્રોહી એક્ટ કલમ- ૬૫એ,ઇ.૮૧,૯૮(૨),૧૧૬(૨) મુજબના ગુનાનો પકડવાનો બાકી આરોપી નયન ઉર્ફે સીમરો યોગેશભાઇ ચૌધરી રહે, કણજોડ સ્ટેશન ફળીયુ તા.વાલોડ જી.તાપીનો કણજોડ સ્ટેશન ફળીયામાં તેના રહેણાક ઘરે આવેલ છે વિગેરે વર્ણન મુજબની ચોક્કસ બાતમી હકીકત આધારે બાતમી હકીકતવાળી જગ્યાએ બાતમી મુજબના વર્ણનવાળો વ્યક્તિ ઘરે હાજર મળી આવતા તેને આ ગુના બાબતે પુછપરછ કરતા પોતે ઉપરોક્ત ગુનામા સંડોવાયેલ હોવાની તેમજ પોલીસમાં પકડાઇ જવાની બીકે હાલ સુધી નાસતો-ફરતો હોવાની કબુલાત કરતા તેની સી.આર.પી.સી. કલમ-૪૧(૧)આઇ મુજબ અટક કરી આગળની કાર્યવાહી અર્થે વાલોડ પો.સ્ટે.ને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
શ્રી આર.એમ. વસૈયા, પોલીસ ઈન્સ્પેક્ટર એલ.સી.બી. તાપી, શ્રી પી.એમ. હઠીલા, પો.સ.ઈ. એલ.સી.બી., એ.એસ.આઇ. ગણપતભાઇ રૂપસિંહ તથા અ.પો.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ તથા અ.પો.કો. રોનકભાઈ સ્ટીવન્શનભાઈ તથા અ.હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ તથા અ.પો.કો. પ્રકાશભાઇ અરવિંદભાઇ તમામ નોકરી એલ.સી.બી તાપી તથા અ.પો.કો. વિનોદભાઇ ગોકળભાઇ નોકરી પેરોલ ફર્લો ના દ્વારા આ કામગીરી કરવામાં આવેલ છે.