તાપી જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્રારા શિક્ષણના પડતર પ્રશ્નો અંગે મુખ્યમંત્રીને કલેકટર તાપીના માધ્યમથી આવેદનપત્ર આપવામાં આવ્યું

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજ.રા.શૈ.સંઘ સંકલન સમિતિ અમદાવાદના આદેશ અનુસાર તાપી જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના અધ્યક્ષ કેતનભાઈ શાહ, આચાર્ય સંઘના દીપકભાઈ કેપ્ટન, માધ્યમિકના રૂચિરભાઈ દેસાઈ, ઉચ્ચતર માધ્યમિકના નવીનભાઈ ગોહિલ, વહીવટીના ધીરુભાઈ ગામીત તથા સંઘોના મહામંત્રીઓ, આચાર્યો, શિક્ષકો અને કારકુન ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શિક્ષણના જુદા જુદા એવા ૧૦ પ્રશ્નોનો સત્વરે ઉકેલ આવે તે હેતુથી મુખ્યમંત્રીને સંબોધીને તાપી કલેક્ટરના માધ્યમથી આવેદનપત્ર આપવામાં આજરોજ ૧૧:૦૦ કલાકે આપવામાં આવ્યું. અમારા પ્રશ્નો જેવાકે શિક્ષક ભરતી, ક્લાર્ક સેવક ભરતી, સાતમો પગાર પંચ હક્તો, પ્રવાસી શિક્ષકની હંગામી ભરતી, ગ્રાન્ટ સમીક્ષા,સમાન વેતન, રોક્કડ રજા ૩૦૦, આચાર્યો ઇજાફો, જુના શિક્ષક ભરતી, જેવા મુદ્દાઓનો તાત્કાલિક ધોરણે અમલ કરવા અનુરોધ કરવામાં આવ્યો. આ સાથે શાળાઓમાં સ્ટાફના અભાવે પણ આધાર ડાયસ કામગીરી, ઉત્તરવહી નિરીક્ષણ, ઓનલાઈન એન્ટ્રી અને શિષ્યવૃત્તિ જેવી દરખાસ્ત જેવી જવાબદારી સંભાળતા વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય પર વિપરીત અસર પાડી રહી છે.
આમ ઉપરોક્ત પ્રશ્નોનો ઉકેલ ના આવે તો આવનારા દિવસોમાં આધાર ડાયસ કામગીરી, ઉત્તરવહી નિરીક્ષણ, ઓનલાઈન એન્ટ્રી, શિષ્યવૃત્તિ, કલાઉત્સવ, યુવાઉત્સવ જેવા ઉત્સવો અને કામગીરીનો બહિસ્કાર કરવામાં આવશે સાથે સાથે વાલી સંમેલન યોજી વાલીઓને, વિસ્તારના સંસદસભ્યશ્રી અને ધારાસભ્યશ્રીને પણ આવેદનપત્રની જાણ કરીશું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other