ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઈ ખાતે આદિવાસી સમાજ દ્વારા ખોટા આદિવાસી પ્રમાણપત્ર રદ કરવાને મુદ્દે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યુ
(અર્જુન જાધવ દ્વારા, વઘઇ) : ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઈ ખાતે ગીર બરડા આલેચ ના ખોટા આદિવાસી ઓ ના પ્રમાણપત્ર રદ કરી સાચા આદિવાસી ઓ ને લાભ મળે તે માટે સત્યાગ્રહ છાવણી ખાતે સાચા આદિવાસી સમાજ ના લોકો ધરણા પર બેઠા છે.જેના અનુસંધાને ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઈ ખાતે આદિવાસી સમાજ દ્વારા સમાજના લોકોએ જાગૃત થઇને વઘઇ તાલુકા સેવા સદનમાં મામલતદારશ્રીને આવેદનપત્ર આપી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.સરકારે ગેરબંધારણીય રીતે ગીર અને આલોચના ભરવાડ, રબારી અને ચારણ જાતિઓને આદિવાસીઓમા સમાવવા જે ઠરાવો કરેલા છે. તેનો સાચા આદિવાસી સમાજે વિરોધ નોંધવ્યો હતો. આવેદનપત્રમાં તારીખ ૨૯/૧૦/૧૯૫૬ ના પ્રેસિડેન્સીયલ ઓર્ડર થી ગીર, બરડો અને આલેચના જંગલ વિસ્તારના નેસ માં રહેતા રબારી, ભરવાડ અને ચારણ જાતિઓનો અનુસુચિત જન જાતિઓમાં સમાવેશ કરવામાં આવેલ છે નેસ વિસ્તારમાં રહેતા હોય તે સિવાયના રબારી, ભરવાડ, અને ચારણજાતિના લોકોને રાજ્ય સરકારે ખોટા પ્રમાણ પત્ર આપેલ છે તેથી આ ભરવાડ, રબારી, ચારણ જાતિઓને તાત્કાલીક ધોરણે આદિવાસી (અનુસુચીત જન જાતી) માંથી રદ કરવાની માંગ કરી હતી.અને પ્રમાણપત્ર આપનાર અને લેનાર સામે ફોજદારી કાર્યવાહી કરવા માટે તથા રાજ્ય સરકારે ૨૦૧૮ માં અનુસુચિત જન જાતિના પ્રમાણ પત્ર આપવા અને ખરાઈ કરવા કાયદો બનાવેલ છે પરંતુ નિયમો બનાવેલ નથી તે તાત્કાલિક આખરી કરવા, રબારી, ભરવાડ, અને ચારણ જાતિ, ગીર બરડો અને આલેચ સિવાયના બક્ષીપંચ માં છે આથી ગીર બરડો અને આલેચ ના નેસ વિસ્તારના અનુસુચિત જન જાતિમાં સમાવેશ કરવા ભારત સરકારને દરખાસ્ત કરવી, આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા જાતિ પ્રમાણપત્ર આપવા માટે કરવામાં આવેલ ગેરબંધારણીય તમામ ઠરાવો, પરિપત્રો મુળ અસરથી રદ્દ કરવાની કાર્યવાહી માટે આવેદનપત્રમાં જણાવ્યું હતું