વનવાસી વિકાસ મંડળ વઘઇ સંચાલીત આશ્રમ શાળા ગલકુંડ ખાતે મર્યાદા પુરુષોત્તમ રામ લક્ષ્મણ સીતાજીની મુર્તિની સ્થાપના કરાઈ
Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઇ) : વનવાસી વિકાસ મંડળ વઘઇ સંચાલીત આશ્રમ શાળા ગલકુંડ ખાતે મર્યાદા પુરુષોત્તમ રામ લક્ષ્મણ સીતાજીની મુર્તિની સ્થાપના કરવામાં આવી.
ડાંગ જિલ્લાના ગલકુંડ ખાતે વનવાસી વિકાસ મંડળ વઘઇ સંચાલીત આશ્રમ શાળા ગલકુંડ માં સુરતની સેવાભાવી સંસ્થા ના દિપકભાઇ મહેતા તરફથી મુર્તિ અર્પણ કરાયેલ મુર્તિ નું આશ્રમના બાળકોમાં સંસ્કાર સિંચન થાય તે માટે મર્યાદા પુરુષોત્તમ રામ લક્ષ્મણ સીતાજી ની મુર્તિ નું સાધ્વીઓના સાનિધ્યમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે રામ ભગવાન ની મુર્તિ ની પ્રાણ પ્રતિષ્ઠા કરી સ્થાપના કરવામાં આવી હતી આ મુર્તિ ની સ્થાપના વેળા ગલકુંડ આર.એફ.ઓ મંજુલાબેન, ઉપ સરપંચશ્રી ગૃપ ગ્રામ પંચાયત ગલકુંડ ના બચુભાઈ બાગુલ , જીવા ભાઈ વાઘ, ગામના આગેવાનો, શાળાનો સ્ટાફ તથા મોટી સંખ્યામાં આશ્રમના બાળકો ઉપસ્થિત રહ્યા હતા જયારે આ પ્રસંગને સફળ બનાવવા આશ્રમ શાળા ના આચાર્યશ્રી રિતેશભાઈ. પટેલે ખુબ સુંદર આયોજન કર્યુ હતું
