શોષણ કરી ગર્ભ રહી જતા લગ્નની ના પાડી દેનાર પ્રેમીને લગ્ન કરવા સમજણ આપી સુખદ સમાધાન કરાવતી જીલ્લા વિવિધ લક્ષી મહિલા કેન્દ્ર
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ૪ વર્ષ થી લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધી છ મહિનાની પ્રેગ્નન્સી રહી જતા લગ્ન માટે ન પાડતા હતા. પીડિતાએ જીલ્લા વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર તાપી ખાતે ૪ વર્ષ થી લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધી છ મહિનાની પ્રેગ્નન્સી રહી જતા લગ્ન માટે ન પાડતા હતા અરજદાર બહેન રસ્તાનુ કામ કરતા આવેલ હતા. દોઢ વર્ષ સુધી મિત્ર તરીકે રહ્યા હતા ત્યારબાદ દોઢ વર્ષ બાદ પ્રેમસંબંધમાં જોડાયેલ હતા. અવર નવર શારીરિક સંબંધ બાંધી છ મહિનાની પ્રેગ્નન્સીની ખબર પડી ત્યારથી વાતચીત કરતા બંધ થઈ ગયેલ હતા. જેના કારણે લગ્ન કરવા ના પાડતા હતા.
ત્યારબાદ અરજદાર બહેન મહિલા અને બાળ અધિકારીની કચેરી પ્રેરિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશ્યલ વેલ્ફેર એક્શન વ્યારા સંચાલિત જીલ્લા વિવિધ લક્ષી મહિલા કેન્દ્ર તાપી વ્યારાનો સરપંચ થકી સંપર્ક કર્યો હતો. જીલ્લા વિવિધ લક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રમાં બંને પક્ષકારો અને વડીલો ને બોલાવી સરપંચની રૂબરૂમાં જિલ્લા કોડિનેટર મધુબેન/ મીનાબેન પરમાર દ્વારા કાઉન્સેલિગ કરતાં અરજદાર બહેન ને છ મહિના ની પ્રેગ્નન્સી છે, જે ભવિષ્યમાં આવનાર બાળકને ધ્યાનમાં રાખીને કોર્ટ મેરેજ કરી પતિ – પત્ની તરીકે સંબંધ સ્થાપિત કરી બંને પક્ષકારોને સાથે જીવવા માટેની સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે.
આમ, મહિલા અને બાળ અધિકારીની કચેરી પ્રેરિત જીલ્લા વિવિધ લક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર તાપી નાં જીલ્લા કોડિનેટર મધુબેન / મીનાબેન પરમાર અને દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી/ મહિલા અને બાળ અધિકારી શ્રી ડૉ. મનિષાબેન મુલતાની મેડમના માર્ગદર્શન હેઠળ પતિ પત્ની અને આવનાર બાળકના માતા પિતા તરીકે સુખદ મેળાપ કરાવી સરાહનીય કામગીરી કરેલ છે.