ગંજીપાનાનો હારજીતનો જુગાર રમાડનાર આરોપીઓને ઝડપી પાડતી એલ.સી.બી./પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : અધિક પોલીસ મહાનિદેશકશ્રી, સુરત વિભાગ, સુરત તથા પોલીસ અધિક્ષકશ્રી, તાપી દ્વારા પ્રોહી જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા બુટલગેરો પર તથા નાસતા ફરતા આરોપીઓ અને શરીર/મિલકત સબંધિત ગુન્હાઓ ડીટેકટ કરી કડક કાર્યવાહી કરવા સુચના હોઇ, શ્રી આર.અમે. વસૈયા, પોલીસ ઇન્સ્પેકટર, લોકલ ક્રાઈમ બ્રાન્ચ તાપીની સુચના અને માર્ગદર્શન હેઠળ સ્ટાફના પોલીસ માણસોએ પોતાના અંગત બાતમીદારો રોકેલ હોય જે કામે આજરોજ સાથેના સ્ટાફના હે.કો, ધર્મેશભાઇ મગનભાઇ તથા પો.કો.રોનક સ્ટીવંશનને સયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ છે કે, “ મૌજે હનુમંતીયા ગામે નિશાળ ફળીયામાં નદી કિનારે આવેલ એક ખુલ્લા છાપરામાં કેટલાક ઇસમો નીચે બેસી ગોળ કુંડાળુ કરી પૈસા પાના વતી હારજીતનો જુગાર રમે છે ” જે બાતમી આધારે આજરોજ પો.સ.ઇ.શ્રી. પી.એમ. હઠીલા એલ.સી.બી. તાપી તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો સાથે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા આરોપીઓ (૧) ધીરૂભાઇ ભીલીયા ચૌધરી ઉ.વ.૬ર રહે હનુમંતીયા ગામ નિશાળ ફળીયા તા સોનગઢ જી.તાપી (ર) રમેશભાઇ નગીનભાઇ ગામીત ઉ.વ.૪૫ રહે હનુમતીયા ગામ નિશાળ ફળીયા તા.સોનગઢ જી.તાપી (૩) સુખાભાઇ રતનજીભાઇ ગામીત ઉ.વ.૫૫ રહે હનુમંતીયા ગામ નિશાળ ફળીયા તા.સોનગઢ જી.તાપી (૪) ચંદુભાઇ ગુરજીભાઇ ગામીત ઉ.વ.૫ર રહે હનુમંતીયા ગામ નિશાળ ફળીયા તા.સોનગઢ જી.તાપી (૫) સમીરભાઇ રમણભાઇ ગામીત ઉ.વ.૩૨ રહે.હનુમતીયા ગામ વચલુ ફળીયા તા.સોનગઢ જી.તાપી (૬) જીગરભાઇ નવીનભાઇ ગામીત ઉ.વ.૨૩ રહે.હનુમતીયા ગામ નિશાળ ફળીયા તા.સોનગઢ જી.તાપી ભેગા મળી. હનુમંતીયા ગામે નિશાળ ફળીયામાં નદી કિનારે આવેલ એક ખુલ્લા છાપરામાં ગેરકાયદેસર રીતે જુગાર રમતા જુગારના સાધનો ગંજી પાનાની બે કેટ એક કેટમાં પર નંગ ગંજી પાના મળી ૧૦૪ નંગ ગંજી પાના કિ.રૂ.૦૦/- તથા દાવના રૂપીયા ૫૪૦૦/- તથા જુગાર રમવા માટેના હાથ ઉપર રાખેલ રૂપીયા ૧૭,૬૧૦/- તથા મોબાઇલ ફોન નંગ-૩ કિ.રૂ.૧૨૦૦૦/- તથા જગ્યા ઉપરથી મળી આવેલ જુગાર રમવા માટે પાથરેલ સાદડી નંગ-૧ જેની કિ.રૂ.૦૦/- મળી કુલ્લે રૂપીયા ૩૫,૦૧૦/- નાં મુદ્દામાલ સાથે પકડી પાડી ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધમાં જુગાર ધારા કલમ ૧૨-અ મુજબ કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી અર્થે સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ –
પો.સ.ઇ.શ્રી પી.એમ. હઠીલા, એલ.સી.બી.તાપી તથા (૨) અ.હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ (૩) પો.કો.રોનક સ્ટીવંશન (૪) પો.કો. અરૂણભાઇ જાલમસીંગ તથા (૫) પો.કો.વિનોદભાઇ પ્રતાપભાઇ (૬) અ.પો.કો પિયુષભાઇ રામુભાઇ (૭) પો.કો. વિનોદભાઇ ગોકળભાઇ તથા પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપીએ કામગીરી કરેલ છે.