વ્યારાના ચોરીના ગુન્હામાં નાસતા- ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : અધિક પોલીસ મહાનિદેશકશ્રી, સુરત વિભાગ, સુરત તથા પોલીસ અધિક્ષકશ્રી, તાપી દ્વારા પ્રોહી જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા બુટલગેરો પર તથા નાસતા ફરતા આરોપીઓ અને શરીર/મિલકત સબંધિત ગુન્હાઓ ડીટેકટ કરી કડક કાર્યવાહી કરવા સુચના હોઇ, આજરોજ શ્રી આર.એમ. વસૈયા, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસોને પોતાના અંગત બાતમીદારો મારફતે અ.હેડ.કો. ધર્મેશભાઇ મગનભાઇ અને અ.પો.કો. રોનકકુમાર સ્ટીવનસનભાઇને મળેલ સંયુકત બાતમી આધારે મૌજે-વ્યારા સબ જેલની બહાર તા.વ્યારાથી વ્યારા પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૧૨૨૧૦૧૪/૨૦૨૨ ઇ.પી. કલમ ૩૭૯,૧૧૪ મુજબના ગુનાનો નાસતા ફરતો વોન્ટેડ આરોપી- જમીલ ઉર્ફે સદ્કાન ખલીલ શેખ ઉ.વ.૨૪ ધંધો.મજુરી રહે.ઇસ્લામપુરા મસ્જીદે નુરની પાસે તા.નવાપુર જી.નંદુરબાર મહારાષ્ટ્રનાને તા.૧૩ ના રોજ પકડી પાડી આરોપી વિરૂધ્ધ સી.આર.પી.સી. કલમ-૪૧(૧)આઇ મુજબની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી સારૂ વ્યારા પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ
પો.સ.ઇ.શ્રી પી.એમ. હઠીલા એલ.સી.બી. તાપી તથા અ.હેડ.કો. ધર્મેશભાઇ મગનભાઇ તથા અ.પો.કો.રોનકભાઈ સ્ટીવન્શનભાઈ તથા અ.પો.કો.વિનોદભાઇ પ્રતાપભાઇ તથા અ.પો.કો.અરૂણભાઇ જાલમસિંહ તથા પો.કો.પિયુષભાઇ રામુભાઇ તથા પો.કો. વિનોદભાઇ ગોકળભાઇ પેરોલ ફ્લો સ્કોડ-તાપીએ કામગીરી કરેલ છે.