વડોલી ગામે 71 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ
Contact News Publisher

(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા) : ઓલપાડ તાલુકાના મોજે વડોલીગામ માં 71 માં પ્રજાસત્તાક દિન ની ભવ્ય ઉજવણી થઈ હતી,
વડોલી ગામના રિટાયર્ડ શિક્ષક અને હાલના જાગૃત સરપંચ શ્રી એમ, કે, પટેલે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું, બંધારણ ના ઘડવૈયા ડો બાબાસાહેબ આંબેડકર ના જીવન ચરિત્ર વિસે જાણકારી આપી હતી,અને શાળા ના બાળકો અને શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતા
વડોલી ગામના યુવાન એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર આશિષ મેહતાએ બંધારણ વિશે તેમજ બાબાસાહેબ ના જીવન ચરિત્ર વિશે ખૂબ ભવ્ય શબ્દોમાં જાણકારી આપી હતી ,તેમજ શાળાને સ્મૃતિભેટ તરીકે ડો બાબાસાહેબ આંબેડકર નો ફોટો અર્પણ કર્યો હતો
શાળાના મુખ્ય શિક્ષક પરેશ પટેલ તેમજ શિક્ષક મિત્રોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા ,
આજના આ પર્વને સફળ બનાવવા ઉપસરપંચ શ્રી દીનેશસિંહ, કાંતિભાઈ પટેલ, વિષ્ણુભાઈ ટકોલીયા, માજી સરપંચ વનરાજ સિંહ, ગોમણભાઈપરમાર, કનક ભાઈ પટેલ વગેરેઓ હાજર રહી ને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો
