“પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના” ગરીબ અને મધ્યમવર્ગીય પરિવાર માટે પ્રાણવાયુ સમાન
તાપી જિલ્લાના કુલ ૨૩,૧૧૬ લાભાર્થીઓએ પી.એમ.જે.એ.વાય. થકી મેળવી રૂ. ૫૫.૨૦ કરોડની નિ:શુલ્ક અને શ્રેષ્ઠ સારવાર
——-
સિકલસેલ એનીમિયાથી પીડિત સોનગઢ તાલુકાની દીકરી નિશા ગામીતના પરિવારને મોટો હાંશકારો : પી.એમ.જે.એ.વાય. થકી પરિવાર પરનો માનસિક અને આર્થિક ભારણ સમાપ્ત થતા સરકારશ્રીનો આભાર વ્યક્ત કરતી દીકરી નિશા
——-
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના થકી તાપી જિલ્લાના લાખો પરિવારોના આર્થિક ભારણની ચિંતા દૂર થઈ છે
——-
આલેખન -સંગીતા ચૌધરી
——–
માહિતી બ્યુરો, તાપી તા.૨૧ :- દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ધૂરા હેઠળ રાજ્યના વિકાસની ગતિને વધુ વેગ આપવા સહિત ગરીબો અને મધ્મવર્ગીય પરિવારોના જીવનશૈલીમાં સકારાત્મક સુધારો લાવવાના ધ્યેયમંત્ર સાથે રાજ્ય અને કેન્દ્ર સરકારની અનેકવિધ પ્રજાલક્ષી યોજનાઓએ અમલીકૃત બની છે.
કેન્દ્ર-રાજ્ય સરકારની અનેકવિધ પ્રજાલક્ષી યોજનાઓ થકી લોકોના જીવનધોરણમાં આવેલા ઉત્તરોત્તર સુધારાએ સરકાર સહિત જિલ્લા વહીવટીતંત્રના સફળ પ્રયાસોનું પરિણામ છે. સરકારની તમામ યોજનાઓ સર્વોત્તમ છે, પરંતુ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવાર માટે પ્રાણવાયુ તથા વિશ્વના સૌથી મોટા વીમા કવચ સમાન સાબિત થઈ છે.
સામાન્ય પરિવારોમાં જ્યારે બિમારીઓ ઘર કરે છે ત્યારે મોટા ભાગે ઘરેલુ ઉપચારો સારવાર માટેનો પર્યાય માત્ર બની રહે છે, સારવાર પાછળનો મોટો ખર્ચ ભારદાયક લાગે છે, સ્વાભાવિક છે. પરંતુ બિમારીઓ ગંભીર હોય ત્યારે ઘરેલુ ઉપચાર પર નિર્ભર રહેવું યોગ્ય નથી. જેની ચિંતા કરીને વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે લોકોને નવજીવન બક્ષતો પી.એમ.જે.એ.વાય. કાર્ડ થકી હોસ્પિટલોના ભારેખમ ખર્ચમાંથી મુક્તિ આપી છે.
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના થકી લાભાર્થીને મળતી રૂ. ૫ લાખ સુધીની ગુણવત્તા સભર નિશુલ્ક સારવાર સામાન્ય પરિવાર માટે વરદાન સમાન બન્યું છે. આ યોજના થકી સરકારી સહિત માન્યતા પ્રાપ્ત ખાનગી હોસ્પિટલમાં પણ ઇલાજ કરાવી શકાય છે. પી.એમ.જે.એ.વાય. કાર્ડ એટલા માટે પણ આશિર્વાદ સમાન છે કે તાપી જિલ્લા કે અન્ય કોઈ પણ જિલ્લામાં વસતો નાગરિક દેશના કોઈ પણ રાજ્યમાંથી નિશુલ્ક સારવાર કરાવી શકે છે.
વાત કરીએ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના જમાલપુર ગામની દીકરીની તો નિશાબેન ગામીત સિકલસેલ એનીમિયાની દર્દી છે. દીકરી નિશા જણાવે છે કે, મને સો ટકા સિકલસેલ છે, આ રોગના સારવાર માટે અવારનવાર હોસ્પિટલ દાખલ થવું પડે છે. આયુષ્માન કાર્ડ બનતા પહેલા પરિવાર પર માનસિક અને આર્થિક ભારણ વધુ રહેતુ હતું. હવે આયુષ્માન કાર્ડ બનતા આજે મારા પરિવારના ખિસ્સા પર પડતું આર્થિક અને માનસિક ભારણ સમાપ્ત થતા હું ખરેખર હાંશકારો અનુભવું છું.
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના થકી શ્રેષ્ઠ અને નિ:શુલ્ક સારવાર ઉપલબ્ધ થતા તાપી જિલ્લાની દીકરી નિશા અને તેમના પરિવારે આરોગ્ય વિભાગ અને ગુજરાત સરકારનો આભાર માન્યો છે. આ કાર્ડ દ્વારા પ્રત્યેક નાગરિકને હોસ્પિટલના રજીસ્ટ્રેશન, કન્સલટેશન, નિદાન માટેના લેબોરેટરી રિપોર્ટ, સર્જરી, સર્જરી બાદની અનુવૃત્તિ સેવાઓ, દવાઓ, દાખલ ચાર્જ, દર્દીને ખોરાક, ફોલો-અપ સહિતની સેવાઓને આ કાર્ડ થકી આવરી લેવામાં આવે છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની મહત્વાકાંક્ષી આયુષ્યમાન ભારત યોજના સામાન્ય લોકો માટે સંજીવની સમાન પુરવાર થઈ રહી છે.
*બોક્ષ-1*
*બિમારી કોઈ પણ, સરકારશ્રીની પી.એમ.જે.એ.વાય. ઉપલબ્ધ કરાવશે શ્રેષ્ઠ અને નિશુલ્ક સારવાર*
તાપી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.પાઉલ વસાવાએ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, તાપી જિલ્લાના ૨૩,૧૧૬ લાભાર્થીઓએ વર્ષ ૨૦૧૮ થી મે-૨૦૨૩ સુધીમાં આશરે રૂ. ૫૫.૨૦ કરોડની નિ:શુલ્ક સારવાર મેળવી છે. વધુમાં ૩.૬૫ લાખથી વધુ લાભાર્થીઓ નોધણી થયેલા છે. જેમાં ૧૦,૩૫૬ જેટલા લાભાર્થીઓએ ચાલુ વર્ષ દરમ્યાન યોજના અંર્તગત નિશુલ્ક સારવાર મેળવેલ છે.
*બોક્ષ-2*
આ ઉપરાંત તાપી જિલ્લામાંથી કાર્ડ મેળવનાર ૮૭ લાભાર્થીઓ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓના લાભાર્થીઓએ મેળવેલ સારવાર અનુસાર પાટણના ૩૧૯૮ લાભાર્થીઓ, નર્મદા ૮૭૬ લાભાર્થીઓ, વડોદરા ૧૦૦ લાભાર્થીઓ, , સુરત ૪૦ લાભાર્થીઓ, આણંદ ૩૯ લાભાર્થીઓ, ભરૂચ ૫ લાભાર્થીઓ, ભાવનગર ૪ લાભાર્થીઓ, ગાંધીનગર ૩ લાભાર્થીઓ,અમદાવાદ ૩ લાભાર્થીઓ, ખેડા ૩ લાભાર્થી, મોરબી ૨ લાભાર્થી, ડાંગ ૧ લાભાર્થી, જામનગર ૧ લાભાર્થી, કચ્છ ૧ લાભાર્થીએ,મહેસાણા ૧ લાભાર્થી, નવસારી ૧ લાભાર્થી ઉપરાંત ૫૯૮૮ લાભાર્થીઓએ તાપી જીલ્લાની હોસ્પિટલોમાં લાભ લીધેલ છે.
આ યોજના અંતર્ગત હૃદયરોગ, કિડનીના રોગ,કેન્સર સર્જરી, કિમોથેરાપી, રેડિયોથેરાપી, મગજ કરોડરજ્જુના રોગો, નવજાત શિશુઓના રોગો, મેડિકસ્મેનેજમેન્ટ, ગાયનેક, ઓર્થોપેડિલ જેવા કલ્સટરોમાં ૧૭૨૫ જેટલા પેકેજમાં સારવાર મળવા પાત્ર છે.
0000000000