સુરતમાં યોજાયેલ સાયકલોથોનમાં ભાંડુતનાં ડો.ધર્મેશ પટેલે ભાગ લીધો
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : વિશ્વ સાયકલ દિવસની ઉજવણીનાં ઉપલક્ષમાં સુરતનાં વેસુ વિસ્તારની JMX મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા સાયકલ પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરવા તથા તેને વેગવાન બનાવવા સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજીત 500 સાયકલીસ્ટ ભાઇ-બહેનોએ ભાગ લીધો હતો. હોસ્પિટલનાં મેડીકલ ડિરેક્ટર ડૉ. તેજસ જરીવાલાએ ઝંડી બતાવી સાયકલોથોનનું પ્રસ્થાન કરાવ્યું હતું.
અંતમાં લકી ડ્રો દ્વારા એક પુરુષ સાયકલીસ્ટ અને એક સ્ત્રી સાયકલીસ્ટને સાયકલ ભેટ આપવામાં આવી હતી. આ સાયકલોથોનમાં ઓલપાડ તાલુકાનાં ભાંડુત ગામનાં વતની એવાં કોબા પ્રાથમિક શાળાનાં આચાર્ય ડો.ધર્મેશ પટેલે સહર્ષ ભાગ લીધો હતો.