તાપી જિલ્લા કલેકટર ડૉ.વિપીન ગર્ગના અધ્યક્ષસ્થાને સંકલન સમિતીની બેઠક યોજાઇ
“આપણા કર્મચારીઓને પેન્શન માટે અટવાવવું બીલકુલ યોગ્ય નથી.”- જિલ્લા કલેકટરશ્રી ડો.વિપીન ગર્ગ
……………..
(માહિતી બ્યુરો વ્યારા) તા.26- તાપી જિલ્લા કલેકટરશ્રી ડો.વિપીન ગર્ગના અધ્યક્ષસ્થાને તથા જિ.પં.પ્રમુખશ્રી સુરજ વસાવા, ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ, પોલીસ અધિક્ષકશ્રી રાહુલ પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં તાપી જિલ્લા સંકલન સમિતીની બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં વિવિધ મુદ્દાઓની સમિક્ષા કરવામાં આવી હતી. જેમાં સરકારી કર્મચારીઓના પેન્શન કેસ મુદ્દા અંગે સમીક્ષા કરતા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, આપણા કર્મચારીઓને પેન્શન માટે અટવાવવું બીલકુલ યોગ્ય નથી. તેમણે તમામ વિભાગોને પોતાની કચેરીમાં નિવૃત થનાર અધિકારી-કર્મચારીઓના કાગળો ૬ મહિના પહેલા સંપુર્ણ રીતે તૈયાર કરી જમા કરવા ભારપુર્વક જણાવ્યું હતું. આ ઉપરાંત પદાધિકારીઓ દ્વારા રજુ કરવામાં આવેલ પ્રશ્નો જેમાં ખેતરોમાં વિજ કનેકશન અને પીવાના પાણીની સમસ્યા અંગે યોગ્ય ચકાસણી કરી પુર્તતા કરવા સંબંધિત વિભાગોને જણાવ્યું હતું. બેઠકમાં ભાગ-૨માં નાગરિક ખરડા, એ.જી.ઓડીટ પેરા, પડતર કાગળો, સરકારી નાણાની વસુલાત, ખાતાકિય તપાસ, ગુજરાત તકેદારી આયોગ તરફથી મળેલા પ્રશ્નો, સાંસદશ્રી/ધારાસભ્યશ્રીઓના રેફરન્સ પ્રશ્નો તથા ગત બેઠકમાં રજુ થયેલા પ્રશ્નોનો એક્શન ટેકન રીપોર્ટ સહિત વિવિધ મુદ્દાઓની સમિક્ષા કરવામાં આવી હતી.
બેઠકમાં જિ.પં.પ્રમુખશ્રી સુરજ વસાવા તથ ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણી દ્વારા વિવિધ ગામોમાં ખેત-વીજ કનેકશન અને પીવાના પાણીની સમસ્યાઓ અંગે રજુઆત કરવામાં આવી હતી. લોકોની ધીરજ ખુટે તે પહેલા કામો તાકીદે પુરા કરવા વિવિધ વિભાગોને સુચનો કર્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.જે.વલવી દ્વારા કરવામાં આવ્યું હતું. બેઠકમાં સંકલન સમિતીના વિવિધ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦