વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા સેવા સદનમાં ફરજ બજાવતા અધિકારીશ્રી/કર્મચારીઓ માટે ઓડિટિરિયમ હોલ ખાતે ડેમોસ્ટ્રેશન અને તાલીમ કાર્યક્રમ યોજાયો
માહિતી બ્યુરો, વ્યારા-તાપી.06: ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળ આવેલ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી ગાંધીનગર દ્વારા જિલ્લામાં આપત્તિ સમયે ત્વરીત રીસ્પોન્સ મળી રહે તે માટે NDRF ટીમ દ્વારા તમામ આપત્તિઓ જેવી કે આગ, પૂર, ભૂકંપ, વાવાઝોડું, રોડ અકસ્માત દરમ્યાન સ્વયં કેવી રીતે પોતાનો જીવ બચાવી શકાય અને અન્ય વ્યકિતઓને કેવી રીતે મદદ કરી શકાય તે અંગે જિલ્લા સેવા સદનમાં ફરજ બજાવતા અધિકારીશ્રી/કર્મચારીઓ માટે ડેમોસ્ટ્રેશન અને તાલીમ કાર્યક્રમનું આયોજન જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ, કલેકટર કચેરી તાપી દ્વારા બ્લોક નં. 12 ઓડિટિરિયમ હોલ ખાતે કરવામાં આવ્યું હતું.
જેમાં NDRF ની ટિમ ધ્વારા પ્રાથમિક સારવાર દરમિયાન C.P.R કેવી રીતે આપી શકાય તે અંગે ડેમોટ્રેશન અને માર્ગદર્શન આપવામા આવ્યું તથા નગરપાલિકા વ્યારાના ફાયર સ્ટેશનના ઓફિસર નારણ બંધિયા દ્વારા તાલીમ દરમિયાન સેવા સદનમાં લગાવેલ ફાયરના સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે તાલીમ આપવામાં આવી હતી.જેમા વિવિધ વિભાગના અધિકારી/કર્મચારીઓ જોડાયા હતા.
000000000
I need to to thank you for this good read!! I certainly enjoyed every little bit of it. I have got you book-marked to check out new things you postÖ