વ્યારાના માયપુર કેમ્પમાં આંખના ૨૨૮ પૈકી ૨૫ ઓપરેશનના દર્દીઓએ લાભ લીધો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : દિવ્ય જ્યોતિ ટ્રસ્ટ માંડવી- પી.એચ.સી.માયપુર અને ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આંખ નિદાન સારવાર કેમ્પમાં ૨૨૮ દર્દીઓ લાભ લીધો હતો.તે પૈકી ૨૫ દર્દીઓને માંડવી ખાતે વિના મૂલ્યે ઓપરેશન માટે દાખલ કરવાની તજવીજ હાથ ધરાય હતી.અને આંખના વિવિધ નંબરોના ૫૮ દર્દીઓને રાહત દરે ચશ્માં અપાયા હતા.
માયપુર પ્રા.શાળાના પરિસરમાં યોજાયેલ કેમ્પમાં માયપુર તથા આજુબાજુના દશ જેટલા ગામોના આંખની તકલીફ જેવી કે મોતીયો,ઝામર,વેલ,સહીત આંખ રોગોથી પીડાતા કેમ્પને ગ્રામ પંચાયત માયપુરના સરપંચના હસ્તે દિપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ કેમ્પમાં દર્દીઓને મળનાર સેવાઓ તથા અંધત્વ નિવારણમાં દિવ્ય જ્યોતિ ટ્રસ્ટના સહયોગીઓની વિસ્તૃત આંખ રોગોની સેવાઅંગે તાપી જીલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ સુરેશભાઈ ગામીત દ્વારા આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યુ હતુ.
પી.એચ.સી.માયપુરના મેડીકલ ઓફિસર ડૉ.નેહલ ઢોડીયાએ નેશનલ કોમ્યુનીકેબલ ડીસીઝ અંતર્ગત ડાયાબીટીસ,પ્રેસર અને નિરામય ગુજરાત, આભા આઈ.ડી.કામગીરી, કરી આંખ રોગોની તપાસ સારવાર સેવાને આ કેમ્પમાં આવરી આંખ રોગોની કાળજી અને ત્વરિત ઉપાય અંગે તથા ૨૫ એપ્રિલ વિશ્વ મેલેરીયા દિવસ અન્વયે મેલેરીયા નાબુદી અભિયાન અંગે શુન્ય મેલેરિયા પહોંચાડવાનો સમય, રોકાણ ,નવીનતા,અમલીકરણના ચાલુ વર્ષના સુત્રને સાર્થક કરવા વિવિધ ઉપાયો અંગે ઉદ઼બોધન કર્યુ હતુ. આ કેમ્પમાં માયપુર ગામના આગેવાનો દાઉદભાઈ,તથા ડો.ચેતનભાઈ ચૌધરી,આરોગ્ય સ્ટાફ હાજર રહ્યો હતો.આ કેમ્પમાં દિવ્ય જ્યોતિ ટ્રસ્ટના નિષ્ણાંત સ્ટાફે સેવાઓ આપી હતી.તાપી જીલ્લા આરોગ્ય મંડળના મંત્રી સંજીવ પટેલે સમગ્ર કેમ્પનુ સંચાલન કર્યુ હતુ.