શિશુ ગુર્જરી પૂર્વ પ્રા. શાળા તથા વિદ્યા ગુર્જરી પ્રા./ મા. શાળામાં સમર કેમ્પનો ઉદ્દઘાટન સમારોહ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી અરૂણા અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાન સંચાલિત શિશુ ગુર્જરી પૂર્વ પ્રાથમિક શાળા તથા વિદ્યા ગુર્જરી પ્રાથમિક/ માધ્યમિક શાળામાં તા.24/04/23 ને સોમવારના રોજ સમર કેમ્પનો ઉદ્દઘાટન સમારોહ યોજવામાં આવ્યો.
આ પ્રસંગે વ્યારા નગર પાલિકાના કારોબારી સમિતિના અધ્યક્ષ માનનીય શ્રી કુલિનભાઈ એસ. પ્રધાન સમારોહના પ્રમુખ સ્થાને તેમજ સંસ્થાના ટ્રસ્ટી માનનીય શ્રી. ચિરાગભાઈ પી. કોઠારી અતિથિ વિશેષ તરીકે મંચસ્થ થયા.
કાર્યક્રમની શરૂઆત શાળાની વિદ્યાર્થીનીઓ થકી સરસ્વતી વંદના દ્વારા કરવામાં આવી ઉપસ્થિત મહાનુભવો ના હસ્તે દીપ પ્રાગટય તેમજ રિબિન કાપી કાર્યક્રમ ને ખુલ્લો મુકવામાં આવ્યો ત્યાર બાદ આચાર્યશ્રી દ્વારા શાબ્દિક આવકાર આપી મેહમાનોને પુષ્પગુચ્છ અર્પણ કરવામાં આવેલ આ કાર્યક્રમ તા. 24-04-2023 થી તા. 28-04-2023 સુધી એમ પાંચ દિવસ ચાલશે અને કાર્યક્રમ દરમિયાન વિવિધ સંગીત ,કલા,કરાટે , માટીકામ જંગલમાં ટ્રેકિંગ વિવિધ સ્થળ મુલાકાત જેવી યાદગાર પ્રવૃતિઓ સાથે જોડાશે. એમ શાળાના આચાર્યશ્રીએ જણાવી વાણીને વિરામ આપેલ.
સમારોહના અધ્યક્ષ વ્યારા નગર પાલિકાના કારોબારી સમિતિના અધ્યક્ષ માનનીય શ્રી કુલિનભાઈ પ્રધાને પોતાના વ્યકતવ્યમાં બાળકો પાંચ દિવસ શું પ્રવૃતિ કરવાના છે તેની વિગતે ચર્ચા કરી બાળકો પાસે ઉત્તરો પ્રાપ્ત કર્યા તેમજ સમર કેમ્પમાં તેઓ શા માટે જોડાયા છે? તે વિષયે પણ બાળકો સાથે ચર્ચા કરી અને આવા કાર્યક્રમમાં જોડાવાથી જીવનના તેમજ વ્યકિતત્વના સર્વાંગી વિકાસ માટેની કેટલિક ઉજવળ તકો પ્રાપ્ત થાય છે તે વિષયે પણ માહિતી આપી આજના સમયમાં બાળકો અભ્યાસ ઉપરિક્તનો મોટાભાગનો સમય મોબાઈલ તેમજ કમ્પ્યૂટર સાથે વિતાવતા હોય છે ત્યારે આવી પ્રવૃતિઓ બાળકોના સર્વાંગી વિકાસમાં મહત્વનું યોગદાન આપે છે તેની સમજ તેઓએ બાળકોને આપી તેમજ જાહેર કાર્યક્રમોમાં શાળાના બાળકોએ આવનાર મેહમાન માટે પૂષ્પગુચ્છ કેવી રીતે તૈયાર કરી શકાય તેની પણ ખૂબ ઉત્સાહ પૂર્વક માહિતી આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા સમગ્ર કાર્યક્રમની શુભેચ્છા પાઠવી પોતાની વાણીને વિરામ આપેલ .
આ કાર્યક્રમમાં શાળા દ્વારા વિવિધ પ્રવૃતિઓ શાળાના શિક્ષકશ્રીઓ દ્વારા કરાવવામાં આવનાર છે તે ઉપરાંત કેટલીક પ્રવૃત્તિઓ માટે શાળાને ગામના સેવાભાવી વ્યક્તિઓ દ્વારા પણ યોગદાન પ્રાપ્ત થયેલ છે. જેમા કરાટેની પ્રવૃત્તિ માટે માનનીય શ્રી વિજયભાઈ મૈસુરિયા તથા ડાન્સ માટે રાજ/સાયરસ ગ્રુપનો સહયોગ શાળાને પ્રાપ્ત થયો છે તેમનો પણ શાળા પરિવાર આભાર વ્યક્ત કરે છે.
આ કાર્યક્રમની સફળતા માટે શાળાનિ સમગ્ર સ્ટાફ ખૂબ જ ઉત્સાહપૂર્વક જોડાયેલ છે.શાળાના આચાર્યશ્રીએ તેમનો પણ આભાર વ્યકત કરેલ બે દિવસ પ્રકૃતિ શિક્ષણ માટે શાળા પરિવાર બાળકોને જંગલ ખાતાની કેમ્પ સાઈટ કેવડી મુકામે લઈ જનાર છે. આ મુલાકાત માટે શાળાને જંગલખાતાનો સહયોગ પ્રાપ્ત થયો છે તેમનો પણ શાળા પરિવાર આભાર વ્યક્ત કરે છે.
એક દિવસ શાળાને વ્યારા અગ્રણી વકીલ પ્રીતિબેન શાહ દ્વારા તેમના ફાર્મની મુલાકાત લેવાનો અવસર આપેલ છે.તે બદલ શાળા પરિવાર તેમનો પણ આભાર વ્યક્ત કરે છે.