અખાત્રીજના શુભ અને પવિત્ર દિવસે એક મધ્યમવર્ગીય પરિવારનો પોતાનાં આશિયાના માટે ભૂમિપૂજન
Contact News Publisher
(તસવીર: વિજય પટેલ, ઓલપાડ)
અખાત્રીજને સ્વયં સિઘ્ધ મુહૂર્ત કહેવામાં આવે છે. હિન્દુ પંચાંગમાં ચાર સ્વયં સિઘ્ધ મુહૂર્તનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં દેવઉઠી એકાદશી, વસંત પંચમી તથા ભડલી નોમ સાથે અખાત્રીજને પણ વણજોયું મુહુર્ત માનવામાં આવે છે. આજનાં આ શુભ અને પવિત્ર દિવસે એક મધ્યમવર્ગીય પરિવારનો મોભી પોતાનાં આશિયાના માટે વિધિવત ભૂમિપૂજન કરાવતો દ્રષ્ટિગોચર થાય છે. ઓલપાડ ખાતે કેમેરામાં કેદ થયેલ આ તસવીરમાં તેનો પરિવાર મનોમન ‘ઘરનું ઘર’ તૈયાર થવાની ખુશી સાથે ધાર્મિક વિધિને ઉમળકાભેર જોઈ રહ્યો છે.