ફોર્ટિફાઇડ ચોખા અને મીઠાની ઉપયોગિતા વિશે આઇસીડીએસ વિભાગ દ્વારા કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ફોર્ટિફાઇડ ચોખા તેમજ ફોર્ટિફાઇડ મીઠાની ઉપયોગિતા વિશે કુકરમુંડા ગ્રામ પંચાયત ખાતે આઇસીડીએસ વિભાગ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો જેમાં હિમાંશુ પડ્યા ડીવીઝનલ કોર્ડીનેટર ન્યુટ્રીશન ઇન્ટરનેશનલ દ્વારા 45 ચોખા અને 45 મીઠા વિશે સમજ અને ઉપયોગીતા તેમજ સામાન્ય લોકોમાં રહેલી ગેરસમજ બાબતે નિદર્શન કરી જાણકારી આપવામાં આવી હતી. કુપોષણ દૂર કરવા માટે તેમજ તાપી જિલ્લાની બહેનોમાં એનિમિયાનું પ્રમાણ ઘટાડવા માટે ફોર્ટિફાઇડ ચોખા તેમજ ફોર્ટિફાઇડ મીઠા વિશે જાણકારી આપવામાં આવી હતી. પ્રોગ્રામ ઓફિસર તન્વી પટેલે મિલેટ યરના સંદર્ભમાં જણાવ્યું હતું કે જાડા ધાન્ય જુવાર, બાજરી, નાગલીનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરવો જોઇએ તેમજ ટીએચઆરનું તેમજ દૂધ સંજીવનીનો નિયમિત ઉપયોગ કુપોષણ દૂર કરવામાં ઉપયોગી થાય છે.મોટી સંખ્યામાં બહેનો અને કિશોરીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી જાણકારી મેળવી હતી.
0000000