ગુજકેટ દ્વારા આયોજીત પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે હેતુથી જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું
માહિતી બ્યુરો, વ્યારા-તાપી તા: 01 ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ (ગુજકેટ)ની પરીક્ષા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ડિગ્રી એન્જી.ડિગ્રી/ડિપ્લોમાં ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે HSC વિજ્ઞાનપ્રવાહના A, B અને AB ગૃપના ઉમેદવારો માટે ગુજરાત કોમન એન્ટરન્સ B ટેસ્ટ(ગુજકેટ) પરીક્ષા તા.૦૩/૦૪/૨૦૨૩ના રોજ ૧૦.૦૦ કલાકથી ૧૬.૦૦ કલાક દરમ્યાન તાપી જિલ્લાના વ્યારા ખાતેથી લેવાનાર છે. જેમાં ઉમેદવારોની પસંદગીમાં ગુપ્તતા અને પ્રમાણિકતાના ઘોરણો જળવાય અને પરીક્ષા ન્યાય યુકત યોજાય તે માટે પરીક્ષાનું આયોજન નિષ્પક્ષ, તટસ્થ અને ભેદભાવ રહીત થાય તે અગત્યનું છે. પરીક્ષા તા.૦૩/૦૪/૨૦૨૩ના રોજ વ્યારાના 6 પરીક્ષા કેન્દ્રો (હાઈસ્કુલો,સ્કુલો)માં લેવામાં આવશે. જેથી તાપી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, તાપીના હકુમત હેઠળના વિસ્તારમાં જાહેર શાંતિ અને સલામતી જાળવવા સારૂ અત્રેના કાર્યક્ષેત્ર હેઠળ આવતા તમામ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુમાં ૧૦૦ મીટરના ઘેરાવના વિસ્તારમાં અનઅધિક્રુત વ્યક્તિઓના પ્રવેશ પર કે ચાર કે તેથી વધુ વ્યકિતઓએ એકત્રિત થવા પર કે હથિયાર કે મોબાઈલ ફોન લઈ જવા પર કે પરીક્ષાના સમય દરમ્યાન તેના ઉપયોગ પર કે લાઉડ સ્પીકર વગાડવા પર તથા પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટર અંદર ઝેરોક્ષ/ફેકસ સેન્ટરો ચાલુ રાખવા ઉપર પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે.
આર.જે.વલવી( જી.એ.એસ.), અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, તાપી-વ્યારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ થી મળેલ સત્તાની રૂએ તાપી જિલ્લામાં તા.૦૩/૦૪/૨૦૨૩ના રોજ સામેલ પરિશિષ્ટ-અ મુજબના પરીક્ષા કેન્દ્રોથી ૧૦૦ મીટરના ઘેરાવના વિસ્તારમાં અનઅધિક્રુત વ્યક્તિઓના પ્રવેશ પર કે ચાર કે તેથી વધુ વ્યકિતઓએ એકત્રિત થવા પર કે કોઈ પણ વ્યકિતએ (પરીક્ષાર્થી સહિત) હથિયાર કે મોબાઈલ ફોન પરીક્ષા કેન્દ્રની અંદર લઈ જવા પર કે પરીક્ષાના સમય દરમ્યાન તેના ઉપયોગ પર કે લાઉડ સ્પીકર વગાડવા પર તથા પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટર અંદર પરીક્ષા સમય શરૂ થવાના એક કલાક પહેલાથી પરીક્ષા સમય દરમ્યાન ઝેરોક્ષ/ફેકસ સેન્ટરો ચાલુ રાખવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. ઉપરોક્ત જાહેરનામાનો ભંગ કરનાર ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ મુજબ સજાને પાત્ર થશે.
000000000000