સંયુક્ત માહિતી નિયામકશ્રીએ તાપી જિલ્લાની મુલાકાત લીધી
ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને પ્રચાર-પ્રસારની કામગીરી વધુ વેગવંતી બનાવીએઃ સંયુકત માહિતી નિયામક
——-
(માહિતી બ્યુરો વ્યારા-તાપી):તા.૦૧- જિલ્લા માહિતી કચેરી-વ્યારા ખાતે ઈ.સંયુક્ત માહિતી નિયામકશ્રી અરવિંદ મછારે તા.૨૮/૦૩/૨૦૨૩ના રોજ તાપી જિલ્લાની મુલાકાત લીધી હતી. તેમણે માહિતી ખાતાની પ્રસાર- પ્રચારની પરિમાણલક્ષી કામગીરી અને વહીવટી કાર્યપ્રણાલીને સુદ્રઢ કરવા તાપી જિલ્લા માહિતી કચેરીના અધિકારી/કર્મચારીઓને સુચારૂ માર્ગદર્શન આપ્યું હતું.વધુમાં રાજ્ય સરકારની યોજનાઓનો લાભ સામાન્ય નાગરિકો મેળવે તેવી ફળદાયી કામગીરી અને કચેરીની સફાઈ/સ્વચ્છતાની જાળવણી કરવાની હિમાયત કરી હતી. કચેરીની મુલાકાત દરમિયાન સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓની સાફલ્યગાથાઓ તૈયાર કરવી, સી.એમ.ડેશબોર્ડની રોજ-બરોજની કામગીરી, એ.જી.ના ઓડિટ પારાઓનો નિકાલ, ફાઈલ વર્ગીકરણ, ટેકનોલોજી સાથે સોશિયલ મીડિયાનો મહત્તમ ઉપયોગ કરીને વધુમાં વધુ પ્રચાર-પ્રસારની કામગીરીને વેગવંતી બનાવવા પર ભાર મુકયો હતો. સંયુક્ત માહિતી નિયામકશ્રીના અધ્યક્ષ સ્થાને તથા નાયબ માહિતી નિયામક,વલસાડ શ્રી યજ્ઞેશગીરી ગોસાઈની ઉપસ્થિતિમાં જિલ્લા માહિતી કચેરી, તાપીના કંડમ કરવાપાત્ર વાહનની જાહેર હરાજીથી નિકાલની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
તાપી સહાયક માહિતી નિયામકશ્રી નિનેશકુમાર ભાભોરે જિલ્લા માહિતી કચેરીની મહેકમ, સંપાદન, હિસાબી, ટેકનીકલ,વહીવટી વિગેરે તમામ શાખાઓની વિગતવાર માહિતી આપી હતી. તથા કચેરીમાં સાધન-સામગ્રી અને મહેકમની જરૂરિયાત અંગે સંયુક્ત માહિતી નિયામકશ્રીને વાકેફ કર્યા હતા.
૦૦૦૦૦૦