રાત્રી દરમ્યાન ટ્રેડસના આગળના ભાગેથી ચોરી કરેલ લોખંડના સળીયા કિ.રૂ.૧,૩૬,૫૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : અધિક પોલીસ મહાનિદેશકશ્રી, સુરત વિભાગ, સુરત તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી, તાપી દ્વારા શરીર/મિલકત સબંધિત તેમજ વાહન ચોરીના ગુન્હાઓ ડીટેકટ કરી કડક કાર્યવાહી કકરવની સુચનાના અનુસંધાને
(૧) આજરોજ પો.ઈન્સ.શ્રી આર.એમ. વસૈયા, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી.તાપીના માર્ગદર્શન હેઠળ શ્રી પી.એમ. હઠીલા, પો.સ.ઇ. લોકલ ક્રાઈમ બ્રાન્ચ તાપી-વ્યારા તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો સાથે મિલકત સબંધી ગુનાઓની તપાસમાં હતા તે દરમ્યાન અ.હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ તથા અ.પો.કો.પ્રકાશભાઇ અરવિંદભાઇને મળેલ સંયુકત ખાનગી બાતમી આધારે “વ્યારા જુના ઢોડીયાવાડ ખાતે આવેલ ખ્રીસ્તી સ્મશાનના પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો બાંધકામના સળીયાઓ રાખી તેને સગે વગે કરવાની પેરવીમાં છે” જે બાતમી હકિકત આધારે બાતમી હકિકતવાળી જગ્યાએ વ્યારા જુના ઢોડીયાવાડમાં આવેલ ખ્રીસ્તી સ્મશાનના પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં આવતા ત્યાં આગળ ચાર ઇસમો લોખંડના બાધકામના સળીયાની ભારીઓ ઉચકીને રોડ ઉપર બહાર લાવતા હોય જેઓ પાસે જતા તેઓને ત્યાં જ જગ્યા ઉપર રોકી તેમની પાસેના લોખંડના સળીયા બાબતે પુછપરછ કરતા તેઓએ કોઇ સંતોષકારક જવાબ આપેલ નહી અને ગલ્લા તલ્લા કરવા લાગેલ જેથી શંકાસ્પદ જણાતા સ્થળ પર હાજર મળી આવેલ આરોપીઓ- (૧) અશ્વીન ઉર્ફે ડેબો નવીનભાઇ ગામીત ઉ.વ.૩૨, ધંધો.ડ્રાઇવીંગ રહે.ઇન્દીરા કોલોની ઇન્દુ તા.વ્યારા જી.તાપી (૨) વિરલ ઉર્ફે બુટો જીતુભાઇ ગામીત ઉ.વ.૨૩, ધંધો.મજુરી રહે.વ્યારા નાળુ ફળીયુ, તા.વ્યારા જી.તાપી (૩) જતીન ઉર્ફે બન્ટી સુનીલભાઇ ગામીત ઉ.વ.૨૩ ધંધો,મજુરી રહે.વ્યારા સીંગી ફળીયુ તા.વ્યારા જી.તાપી (૪) વિજય ઉર્ફે વિજલો શ્યામભાઇ ગામીત ઉ.વ.૩૦ ધંધો.મજુરી રહે.વ્યારા સીંગી ફળીયુ પ્રાથમિક સ્કુલના સામે તા.વ્યારા જે.તાપીની આગવી ડભે પુછપરછ કરતા સદર સળીયાની ભારીઓ તેઓએ આશરે પંદરેક દિવસ પહેલા રાત્રીના આશરે એકાદ વાગ્યે વ્યારા મગદુમ નગર પાસે આવેલ ગણેશ ટ્રેડસના આગળના ભાગે મુકેલ હતા તે સળીયાની ભારીઓ અમોએ તથા અમારા સાથેનો બીજો પગ્નેશભાઇ દિલીપભાઇ ગામીત રહે.તાડકુવા તા.વ્યારા જી.તાપીની સાથે મળી ચોરી કરેલ હતા.અને તે સળીયા અમે એક ટેમ્પો ભાડે કરી લાવી અત્રે રાખેલ હોવાનુ જણાવી અને આજરોજ
તેને વેચવા જવાની તૈયારી કરતા હોવાની કબુલાત કરતા હોય લોખંડના ૧૦ એમ.એમ.ના સળીયાની એક ભારીનુ વજન આશરે ૭૦ કિ.ગ્રા.લેખે ૩૦ ભારીનુ વજન ૨૧૦૦ કિ.ગ્રા થતુ હોય જે ૧ કિ.ગ્રા. લોખંડના સળીયાના આશરે રૂ! ૬૫/- લેખે કુલ્લે કિ.રૂ.૧,૩૬,૫૦૦/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. અને આગળની વધુ તપાસ વ્યારા પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કબજે કરેલ મુદ્દામાલ
લોખંડના ૧૦ એમ.એમ.ના સળીયાની એક ભારીનુ વજન આશરે ૭૦ કિ.ગ્રા.લેખે ૩૦ ભારીનુ વજન ૨૧૦૦ કિ.ગ્રા.થતુ હોય જે ૧ કિ.ગ્રા. લોખંડના સળીયાના આશરે રૂ! ૬૫/- લેખે કુલ્લે કિ.રૂ.૧,૩૬,૫૦૦/- નો મુદ્દામાલ
શોધાયેલ ગુના-
વ્યારા પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૧૨૩૦૩૦૨/૨૦૨૩ ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબ
ગુન્હો કરવાનો એમ.ઓ.
રાત્રી દરમ્યાન ખુલ્લી જગ્યામાં મુકેલ સળીયાના જથ્થાની ચોરી
કામગીરી કરનાર ટીમ :-
શ્રી,પી.એમ. હઠીલા, પોલીસ સબ ઇન્સ્પેકટર, એલ.સી.બી.તાપી તથા એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ તથા હે.કો.ધર્મેશભાઇ મગનભાઇ તથા પો.કો.રોનક સ્ટીવન્સન તથા પો.કો.વિનોદભાઇ પ્રતાપભાઇ તથા પો.કો.પ્રકાશભાઇ અરવિંદભાઇ તથા પો.કો. વિનોદભાઇ ગોકળભાઇ તથા પો.કો.અરૂણભાઇ જાલમસીંગ તથા પો.કો.પીયુષભાઇ રામભાઇએ કામગીરી કરેલ છે.