વ્યારા નગરપાલિકા કચેરી ખાતે જી-૨૦ અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : રાજ્ય સરકર ધ્વારા ફેબ્રુઆરી- ૨૦૨૩ થી વૈશ્વિક લક ઉપર ભારતીય સંસ્કૃતિની “વસુદેવ કુટુમ્બકમ” ની વિભાવનાને ચરીતાર્થ કરવાની નેમ સાથે જી-૨૦ સમિટ ૨૦૨૩ નું યજમાન ભારત દેશ બન્યુ છે અને તેમાય ગુજરાત રાજ્યના આંગણે જી- ૨૦ સમિટની મહત્વની ૧૬ ઇવેન્ટ આ વર્ષમાં થવા જઇ રહી છે, વ્યારા નગરપાલિકા કક્ષાએ તા. ૩૦/૦૩/૨૦૨૩ ના રોજ સવારે ૧૦.૦૦ કલાકે જી-૨૦ અંતર્ગત વૃક્ષારોપણ નો કાર્યક્રમ નગરપાલિકા કચેરી પાસે રાખવામાં આવેલ હતો જેમાં વ્યારા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સેજલબેન રાણા, કારોબારી ચેરમેનશ્રી કુલીન શરીષ પ્રધાન, ટાઉન પ્લાનીંગ સમિતિના ચેરમેનશ્રી પરેશભાઇ શાહ (મીઠાવાલા) તથા વ્યારા નગરપાલિકાના કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.