રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર, હિંદલા ખાતે કોવિડ-૧૯ અંતર્ગત મોકડ્રીલ યોજાઈ
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૨૪- રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર, હિંદલા તા.સોનગઢ જી. તાપી ખાતે તા.24-03-2023 નાં રોજ કલેકટરશ્રીની સૂચના અન્વયે કોવિડ-૧૯ અંતર્ગત મોકડ્રિલ કરવામાં આવ્યું હતું. જેમાં હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબી અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ અને ઇન્ચાર્જ સ્ટાફ નર્સનાં સહયોગથી oxygenline કોન્સનટ્રેટર મલ્ટીપારાનું અને PPA કીટ પહેરીને મોકડ્રિલ કરવામાં આવ્યું. તેમજ હતું.સૌપ્રથમ એમ્બ્યુલન્સથી ઇમર્જન્સી વોર્ડ સુધી કોવિડ-૧૯ના દર્દીને દાખલ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ RTPCR સેમ્પલ લઈ દર્દીને સારવાર શરૂ કરવામાં આવી હતી.
હિંદલા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આઈ.સી.યુ.તેમજ ઓક્સિજન લાઈનયુક્ત પથારીઓની વ્યવસ્થા તેમજ ફાયર સેફટીની મોકડ્રિલ કરી કોવિડ-૧૯ અંતર્ગત દર્દીની સારવારમાં ક્યાંય ત્રુટી ન રહી જાય તે માટે તમામ બાબતોનું પૃથક્કરણ કરી સફળતાપૂર્વક મોકડ્રીલ કરવામાં આવી હતી.
૦૦૦૦૦૦૦૦૦૦૦