મંદરોઇ ખાતે બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા યોજાયેલ તાલુકા કક્ષાનો રમતોત્સવ સફળતાપૂર્વક સંપન્ન

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત પ્રેરિત તાલુકા પંચાયત શિક્ષણ શાખા, ઓલપાડ તથા બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ આયોજીત તાલુકા કક્ષાનો બાળ–સારસ્વત રમતોત્સવ તાલુકાનાં છેવાડાનાં કાંઠા વિસ્તારનાં મંદરોઇ ગામ ખાતે યોજવામાં આવ્યો હતો. શિક્ષણ અને સંસ્કારની સાથે બાળકો ખેલકૂદ ક્ષેત્રે પણ પોતાનું કૌશલ્ય કેળવે એવાં શુભ હેતુસર યોજાયેલ આ રમતોત્સવમાં મોટી સંખ્યામાં સ્પર્ધક બાળકો, સારસ્વતમિત્રો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહયા હતાં.
ઉપસ્થિત મહાનુભાવોએ મશાલ પ્રગટાવી રમતોત્સવને ખુલ્લો મૂક્યો હતો. વિવિધ સ્પર્ધાઓમાં તાલુકાની શાળાઓનાં ૪૫૦ જેટલાં બાળકો તથા ૧૫૦ જેટલાં શિક્ષક ભાઈ-બહેનોએ સહર્ષ ભાગ લીધો હતો. કાર્યક્રમનાં અંતે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ દ્વારા સમગ્ર સ્પર્ધાનું પરિણામ ઘોષિત કરવામાં આવ્યું હતું. જે આ મુજબ છે. લાંબીકૂદ (કુમાર) : હાર્દિક આર. વાઘેલા ( કીમ પ્રા.શાળા) લાંબીકૂદ (કન્યા) : સફિયાખાતુન સૈયદ (સાયણ પ્રા.શાળા), ગોળાફેંક (કુમાર): વિશાલ કે. રાઠોડ (સીથાણ પ્રા.શાળા), ગોળાફેંક (કન્યા): રેશુ જી. જોગી (કુદિયાણા પ્રા.શાળા), યોગ (કુમાર) કાવ્યા એચ. પટેલ (કુદિયાણા પ્રા.શાળા), યોગ (કન્યા) : વિશ્વા ડી. જોગી (કુદિયાણા પ્રા.શાળા), ૧૦૦ મીટર દોડ (કુમાર) : દિક્ષિત ડી. વસાવા (કીમ પ્રા.શાળા), ૧૦૦ મીટર દોડ (કન્યા) : સાક્ષી એસ. રાઠોડ (કુદિયાણા પ્રા.શાળા). શિક્ષકોનાં વિભાગમાં લાંબીકૂદ (ભાઈઓ) : અશોકભાઈ બી. પટેલ (કીમ પ્રા. શાળા), ચક્રફેંક (બહેનો) : નેહલબેન આર. મહીડા (અંબિકાનગર પ્રા.શાળા). ગોળાફેંક (ભાઈઓ): અજયભાઈ એલ. પટેલ (સરસ પ્રા.શાળા), યોગ (ભાઈઓ) મનિષભાઈ જે. પટેલ (લવાછાચોર્યાસી પ્રા.શાળા), યોગ (બહેનો) : જીજ્ઞાશાબેન આર. હળપતિ (સાયણ પ્રા.શાળા). ૧૦૦ મીટર દોડ (ભાઈઓ) : વિપુલભાઈ એમ. ત્રિવેદી (ઉમરા પ્રા.શાળા), ૧૦૦ મીટર દોડ (બહેનો) : વનિતાબેન પી. પટેલ (મુળદ પ્રા.શાળા) જયારે કુમારોની કબડ્ડી સ્પર્ધામાં સાયણ પ્રાથમિક શાળા અને કન્યાઓની ખો-ખો સ્પર્ધામાં કીમ પ્રા.શાળા ચેમ્પિયન બની હતી.
વિજેતાઓને ઉપસ્થિત મહાનુભવોનાં હસ્તે ટ્રોફી તથા પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમને સફળતાપૂર્વક સંપન્ન કરવા મંદરોઇ પ્રાથમિક શાળાનાં શિક્ષકો તથા બાળકોએ ભારે જહેમત ઉઠાવી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક યાદીમાં જણાવે છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *