કુકરમુંડા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને પાંચમો “જન ઔષધિ દિવસ” ઉજવવામાં આવશે
માહિતી બ્યુરો, તાપી. તા.૦૬: વડાપ્રધાનશ્રીની પહેલ પર યોજના વિશે જાગૃતિ વધારવા અને જૈનરિક દવાઓને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે ૭મી માર્ચ “જન ઔષધિ દિવસ” ઉજવવામાં આવે છે. આ વર્ષે પાંચમો જન ઔષધિ દિવસ ”જન ઔષધિ સસ્તી ભી અચ્છી ભી” ની થીમ પર ઉજવવામાં આવનાર છે. જેને અનુલક્ષીને આજે તા.૦૭-૦૩-૨૦૨૩ના રોજ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના હેઠળ જિલ્લા વહિવટી તંત્ર અને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા “જન ઔષધિ દિવસ ૨૦૨૩”ની ઉજવણી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને શ્રી વિઠ્ઠલ ભવન, શ્રી સદગુરૂ ખંડોજી મહારાજ સંસ્થાન, પોલીસ સ્ટેશન પાસે કુકરમુંડા, તા. કુકરમુંડા ખાતે સવારે ૧૦.૩૦ કલાકે યોજાશે. આ કાર્યક્રમમાં કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી સુશ્રી ભાર્ગવી દવે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર. જે. વળવી, જિલ્લા પંચાયત દંડકશ્રી રાહુલભાઈ ચૌધરી, કુકરમુંડા તા.પં. પ્રમુખશ્રી મનિષાબેન પાડવી, નિઝર તા.પં. પ્રમુખશ્રી દક્ષાબેન વસાવે, જિલ્લા પંચાયત, જાહેર આરોગ્ય સમિતિના અધ્યક્ષશ્રી સોનલબેન પાડવી, જિલ્લા પંચાયતના સભ્યશ્રી વર્ષાબેન પાડવી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ થકી આરોગ્ય વિભાગની વિવિધ યોજનાઓનો લાભ લેવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા પંચાયત તાપી દ્વારા જાહેરજનતાને અપીલ કરવામાં આવી છે.
૦૦૦૦૦૦