વ્યારા : “સીટી વોક” નું લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાયું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : રાજ્ય સરકારશ્રી દ્વારા ફેબ્રુઆરી – ૨૦૨૩ થી વૈશ્વિક ફલક – ભારતીય સંસ્ક્રુતિની “વસુધૈવ કુટુમ્બકમ “ની વિભાવનાને ચરીતાર્થ કરવાની નેમ સાથે જી-૨૦ સમિટ ૨૦૨૩ નું યજમાન ભારત દેશ બન્યું છે અને તેમાય ગુજરાત રાજ્યનાં આંગણે જી- ૨૦ સમિટ ની મહત્વની ૧૬ ઇવેન્ટ આ વર્ષમાં થવા જઇ રહી છે . ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યની નગરપાલિકા વિસ્તારના વાસવાટ કરતા નગરજનો પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે કાર્યક્રમોમાં સામેલ થાય તથા વધુમાં વધુ જન ભાગીદારી કેળવાય તેવા શુભ આશય થી આજ રોજ વ્યારા નગરપાલિકા દ્વારા સયાજી ગ્રાઉન્ડ વ્યારા ખાતેથી વિવિધ શાળા, કોલેજોનાં વિદ્યાર્થીઓ તેમજ એન.સી.સીના વિદ્યાર્થીઓ અને પ્રાંત અધિકારીશ્રી આર.સી પટેલ સાહેબ, વ્યારા નગરપાલિકા પ્રમુખશ્રી સેજલબેન રાણા, વ્યારા નગરપાલિકા કારોબારી ચેરમેનશ્રી કુલિનભાઇ પ્રધાન વ્યારા નગરપાલિકા ટી.પી ચેરમેનશ્રી પરેશભાઇ શાહ અને વ્યારા નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી બી.બી.ભાવસાર, વ્યારા નગરપાલિકા ઓફિસ સુપ્રિટેન્ડન્ટશ્રી મનિષભાઇ એમ પંચોલી તથા વ્યારા નગરપાલિકા કર્મચારીશ્રીઓ અને આમંત્રીત મહેમાનો પધારેલ હતા.
“સીટી વોક” ને પ્રાંત અધિકારીશ્રી આર .સી પટેલ સાહેબ, વ્યારા નગરપાલિકા પ્ર મુખશ્રી સેજલબેન રાણા વ્યારા નગરપાલિકા કારોબારી ચેરમેનશ્રી કુલિનભાઇ પ્રધાન વ્યારા નગરપાલિકા ટી પી ચેરમેનશ્રી પરેશભાઇ શાહ અને વ્યારા નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી બી .બી.ભાવસાર દ્વારા લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરવામાં આવેલ છે.